________________
૭ર
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ वेसं जुष्णकुमारिं, पउत्थवइअंच बालविहवं च । पासंडरोहमसई, नवतरुणिं थेरभज्जं च ॥१६२॥ सविडंकुब्भडरूवा, दिठा मोहेइ जा मणं इत्थी। आयहियं चिंतंता, दूरयरेणं परिहरंति ॥१६३॥ सम्मठिी वि कयागमोवि, अइविसयरागसुहवसओ । भवसंकडंमि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥१६४॥
વળી, સાધુને એકાકી બનવાનું સર્વજિનેશ્વરેએ નિષેધેલું છે, કારણ કે તેથી એકલા થવાની પરંપરા ચાલે, એથી વિરકલ્પ (ગચ્છવાસ) છિન્ન ભિન્ન થઈ જાય, વધારે શું? અતિ અપ્રમત્ત સાધુ પણ એકલે થતાં અલ્પ કાલમાં જ તપ (પ્રધાન) સંયમનો નાશ કરે છે. (૧૧)
વેશ્યા, પ્રૌઢ છતાં કુમારી, પતિ પરદેશ ગએલો હોય તેવી, બાલવિધવા, કપટથી વ્રતધારી (સાધ્વી) બનેલી, દુરાચારિણી, નવયૌવના, વૃદ્ધા, જેનું ઉભટરૂપ-વેષ જોતાંની સાથે અધ્યવસાયને મલીન કરે તેવી, તથા દષ્ટિ (જેવા) માત્રથી મેહ થાય તેવી, ઉપર્યુક્ત કઈ સ્ત્રીને આત્મહિતને ઈચ્છતા સાધુઓ અતિ દૂરથી જ તજે છે, મનથી પણ તેની ઈચ્છા કરતા નથી. કારણ કે સ્ત્રીને રાગ સર્વ અપાયે (અનર્થો)નું કારણ છે. (૧૬૨-૧૬૩)
સમકિત દષ્ટિ અને આગમને જાણ (ગીતાર્થ) છતાં પાંચે ઈન્દ્રિયના શબ્દાદિ વિષયમાં સુખ માને તે વિષયના અતિરાગને વશ પડી સંસારનાં સંકટમાં પડે છે, હે શિષ્ય ! આ વિષયમાં તારે સત્યકી વિદ્યાધરનું ઉદાહરણ જાણવું. (માટે વિષના રાગથી ગુરૂકુળવાસ તજવો નહિ) (૧૬૪)