________________
૮૨
સ્વાધ્યા સાહ पावो पमायवसओ, जीवो संसारकजमुज्जुत्तो। दुक्खेहिं न निविण्णो, सुक्खेहिं न चेव परितुठो॥१९५॥ परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उन्जमइ । सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ॥१९६॥ जीवेण जाणि विसजियाणि, जाईसएसु देहाणि ।
थोवेहिं तओ सयलंपि, तिहुयणं हुज्ज पडिहत्थं ॥१९७॥ જિનધર્મ પામીને પણ (તારા શિથિલ આચરણથી) હે પાપી જીવ! ઘણા સેંકડો (હજાર–લાક) વાર એકેન્દ્રિયાદિ જાતિમાં શીત–ઉષણ આદિ નિઓમાં તું ભમીશ. (૧૯૯૪) ' ' કષાયને વશ પડેલો પાપી જીવ સદાય સંસાર વધારનારાં કાર્યોમાં ઉદ્યમી રહે છે. તેથી ઘણાં દુઃખ ભેગવવા છતાં તે હજુ કંટાળે નહિ અને ઘણાં સુખો મળવા છતાં તે ધરાયો નહિ. (૧૫)
જે તપ-સંયમમાં સખ્ત ઉદ્યમ ન કરે તે માત્ર પશ્ચાત્તાપ (પાપને ખેદ) કરવાથી કોઈ વિશેષ રક્ષા થાય નહિ, અપ માત્ર રક્ષણ થાય. જેમ કે શ્રેણિક રાજા અવિરતિ (જીવન)ને ઘણે પશ્ચાત્તાપ કરવા છતાં નરકે ગયો. અર્થાત્ તપ–સંયમને સતત ઉદ્યમ કરવા સાથે પાપને પશ્ચાત્તાપ કરવાથી રક્ષણ થાય છે. (૧૬)
જીવે ભૂતકાળમાં સેંકડો જાતિઓમાં જે જે શરીરે છોડયાં, તેના થડા (અનંતમા) ભાગથી પણ સકળ ત્રણે જગત પૂર્ણ ભરાઈ જાય. અર્થાત્ એટલાં શરીર–આહારભોગાદિ ભોગવવા છતાં જીવને સંતોષ ન થયો. (૧૯૭)