________________
ઉપદેશમાળા
सुतवस्सियाण पूया-पणामसकारविणयकजपरो । बद्धं पि कम्ममसुहं, सिढिलेइ दसारनेया व ॥१६५॥ अभिगमणवंदणनमंसणेण, पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवेइ ॥१६६॥ केइ सुसीला सुहम्माइ, सज्जणा गुरुजणस्स वि सुसीसा । विउलं जणंति सद्धं, जह सीसो चंडरुस्स ॥१६७॥ अंगारजीववहगो, कोइ कुगुरुसुसी परिवारोस । सुमिणे जईहि दिट्ठो, कोलो गयकलहपरिकिनो॥१६८॥
(સાધુએાએ તે વડીલોની ઉપાસના કરવી જ જોઈએ કિન્તુ શ્રાવકે પણ સાધુઓની ઉપાસના કરે છે કારણ કે-) ઉત્તમ સાધુઓની વસ્ત્રાદિથી પૂજા, પ્રણામ, સ્તુતિરૂપ સત્કાર અને વિનયાદિ કરવામાં તત્પર હોય તે ગ્રહસ્થ છતાં પણ કૃણની જેમ બાંધેલાં પણ અશુભ કર્મોને છોડે છે. (૧૫)
આવતા સાધુની સામે જવાથી, ગુણસ્તુતિરૂપ વન્દન કરવાથી, મન અને કાયાથી નમવારૂપ નમસ્કાર કરવાથી અને સુખશાતાદિ પૂછવાથી, સાધુઓનાં (શ્રાવકોનાં પણ) ઘણા કાળનાં બાંધેલાં કર્મો ક્ષણમાં વિરલ થઈ જાય છે. (૧૬૬)
ચંડરૂદ્રાચાર્યના (નૂતન) શિષ્યની જેમ કેઈ (ઈન્દ્રિ અને મનની સમાધિવાળા સુશીલ અને જ્ઞાન ચારિત્રરૂપ ધર્મવાળા સજ્જન શિષ્યો) (વિનયથી) સામાન્ય સાધુને જ નહિ, ગુરૂના મનમાં પણ મોટી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. (૧૬૭)