________________
ઉપદેશમાળા
पत्थरेणाहओ कीवो, पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ सरं पप्प, सरुप्पत्तिं विमग्गइ ॥१३९॥ तह पुचि किं न कयं?, न बाहए जेण मे समत्थोऽवि । इण्हि किं कस्स व कुप्पिमु, ति धीरा अणुप्पिच्छा ॥१४०॥ अणुराएण जइस्स वि, सियायपत्तं पिया धरावेइ । तह वि य खंदकुमारो, न बंधुपासेहिं पडिबद्धो ॥१४१।।
પત્થર વાગવાથી કુતરે પત્થરને બચકાં ભરવા ઈચ્છે છે અને સિંહ બાણ વાગવા છતાં બાણ મારનારને શોધી તેને મારવા ઈચ્છે છે. તેમ ઉત્તમ સાધુ ઉદયમાં આવેલાં કર્મોનો સામનો કરતા નથી, સહન કરે છે, પણ એ કર્મો જે કારણે બંધાયાં હોય તે કારણોને શોધીને તેનો નાશ કરે છે.) (૧૩૯)
- તથા પૂર્વકાળે એવું શું નથી કર્યું? કે જેથી (નીચ કે) સમર્થ પણ મને ન પડે ? દુઃખી ન કરે? અર્થાત્ પૂર્વે ઘણાં ખરાબ કામે કર્યો છે, માટે (આ દુઃખો મારે સહવાં પડે છે માટે) મારે જ આ દેષ છે, કદર્થના કરનારનો નથી, તે શા માટે હું કેપ કરૂં ? અથવા કેની ઉપર કેપ કરૂં ? એમ વિચારી ધીર પુરૂષે શાન્ત થાય છે. (૧૪૦)
એ રીતે દ્વેષ કરનાર ઉપર પણ ઠેષ નહિ કરવા જણાવ્યું. (હવે રાગી ઉપર પણ રાગ નહિ કરવા કહે છે કે-) નેહને કારણે સાધુ થયેલા (નંદકકુમાર) ઉપર પણ તેના પિતાએ ધવળ છત્ર ધરાવ્યું, (એવો દઢ સ્નેહ) છતાં પણ ખંદકકુમાર (મુનિ) સ્વજનેના નેહરૂપી પાશમાં ન બંધાયા. તેમ સર્વ મુનિઓએ રાગને પ્રતિબંધ તજ જોઈએ. (૧૪૧)