________________
ઉપદેશમાળા
तो बहुगुणनासाणं, सम्मत्तचरितगुणविणासाणं । न हुवसमा गंतव्वं, रागद्दोसाण पावाणं ।। १२५॥ तिं अमित, सुठुवि सुविराहिओ समत्थोवि । जं दोवि अणिग्गहिया, करंति रागो य दोसो य ॥ १२६ ॥ इह लोए आयासं, अजसं च करेंति गुणविणासं च । पसवंति अ परलोए, सारीरमणोगए दुक्खे || १२७॥ धिद्धी अहो अकज्जं, जं जाणतोवि रागदोसेहिं । फलमडलं कडुअरसं, तं चैव निसेवए जीवो ॥ १२८ ॥
૬૧
રૂપ સ ંવેગ થતા નથી, ઉલટા વિષયસુખામાં આસક્ત બને છે, તે દૂષણ રાગ-દ્વેષનુ છે, બીજા કાર્યનું નથી. (૧૨૪)
તેથી અનેક પ્રકારે આત્માનેા નાશ (સ ંસારની રખડપટ્ટી) કરનારા અને સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મ ગુણ્ણાના નાશ કરનારા રાગ-દ્વેષ રૂપ પાપોને વશ કદાપિ નથવું. (૧૨૫)
જેના અત્યંત અપરાધ કર્યાં હોય તે સમર્થ શત્રુ પણ જે નુકશાન–અહિત કરતા નથી તે કાબુમાં નહિ લીધેલા (વધી ગયેલા) રાગ અને દ્વેષ કરે છે. (૧૨૬)
રાગ-દ્વેષને વશ નહિ કરવાથી (રાગ-દ્વેષ કરવાથી) તેઓ આભવમાં શારીરિક-માનસિક અનેક કષ્ટો આપે છે, અપકીર્તિ કરે છે અને જ્ઞાન–ચારિત્ર વિગેરે ગુણાના નાશ કરે છે, ઉપરાંત પરલેાકમાં શારીરિક-માનસિક અનેક દુઃખાને પ્રગટ કરે છે. (૧૨૭)
ધિકૢ ધિકૢ, ખેદની વાત છે કે—અતિશય કડવાં દુઃખો