________________
ઉપદેશમાળા,
न कुलं एत्य पहाणं, हरिएसबलस्स किं कुलं आसी ? । आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ॥ ४४ ॥ देवो नेस्यउ ति य, कीडपयंगु त्ति माणुसो वेसो । रुवस्सी य विरूवो. सुहभागी दुक्खभागी य ॥४५।। राउ ति य दमगुत्ति य, एस सपागु त्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो त्ति अधणो धणवइ त्ति ॥४६॥ न वि इत्थ को विनियमो, सकम्मविट्ठणिविसरिसकयचिट्ठो।
अन्नुन्नरूववेसो, नडु व परियत्तए जीवो ॥४७॥ (અજ્ઞાની)ના અકાર્યોને જે સહન કરે છે તેમાં આશ્ચર્ય શું છે ? કંઈ નથી, અર્થાત્ શાસ્ત્રશ્રવણનું ફળ પરિષહો સહન કરવા તે જ છે. (૩)
આ પરિષહાર્દિ સહન કરવારૂપ ધર્મમાં કુળની(જ) પ્રધાનતા છે, એમ નથી. હરિકેશબળ કે જે ચંડાળકુળના હતા તેઓને કુળ કહ્યું હતું ? તે પણ તેઓના તપથી આવર્જિત થયેલા દે પણ તેમની સેવા કરતા હતા. (૪૪)
આ મનુષ્ય પોતે બાંધેલા કર્મના ઉદયના અનુસાર વર્તતે દેવ થાય છે–નારકી પણ થાય છે, કીડો થાય છે અને પતંગીયે પણ થાય છે, રૂપવાન થાય છે-વિરૂપ પણ થાય છે, સુખી તેમ દુઃખી પણ થાય છે, રાજા થાય છે તેમ ભીખારી પણ થાય છે, ચંડાલ થાય છે અને તે જ ઉચ્ચ બ્રાહ્મણ પણ થાય છે, સ્વામી તેમ સેવક પણ થાય છે, ગુણોથી પૂજ્ય થાય અને દુર્જન-ખલ પણ થાય છે, નિર્ધન