________________
ઉપદેશમાળા तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेइओ अप्पा । आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकजं ॥६४॥ पागडियसबसल्लो, गुरुपायमूलंमि लहइ साहुपयं । अविसुद्धस्स न बढइ, गुणसेढी तत्तिया ठाइ ॥६५॥ जइ दुकरदुक्करकारओत्ति, भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूअ-विजयसीसेहिं नवि खमिअं?॥६६॥
તે ભણેલું, તે ગણેલું, તે જાણેલું, અને તે ચેતેલું સફળ છે કે આમાં કઈ દુર્જનના સંબંધમાં આવીને, અગર કોઈની પ્રેરણા પામીને કે કઈ સ્ત્રી વિગેરેની અકાર્ય માટે પ્રાર્થના સાંભળીને પણ મરણતે તે અકાર્યને ન આચરે, (૬૪)
( એ હેતુથી સિંહગુફાવાસમુનિએ ) ગુરૂના ચરણ સમીપે (ગુરૂની પ્રત્યક્ષ) પિતાના મૂળ-ઉત્તરગુણ અંગેના સર્વ અપરાધને જણાવીને પુનઃ સાધુતાને મેળવી. (શુદ્ધિ કરી.) કારણ કે અશુદ્ધ ચિત્તવાળાને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થતી નથી, અપરાધકોળે હોય તેટલી જ રહે છે અને શેષ અનુષ્ઠાને વિના તે તેટલી પણ નાશ પામે છે. (૫)
જે સ્થૂલભદ્ર સાધુને યથાર્થ વ્રત પાલવાથી “દુષ્કર દુષ્કર કારક’ કહ્યા તે આર્યસંભૂતિવિજયના શિષ્યએ. (સિંહગુફાવાસી વિગેરેએ) તે કેમ સહન ન કર્યું ? (૬)