________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ कारणविऊ कयाई, सेयं कायं वयंति आयरिया । तं तह सद्दहिअव्वं, भविअव्वं कारणेण तहिं ॥९५।। जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो। ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ॥१६॥ अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इह सुसीला ॥९७॥
(વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે, “ગુરૂ આંગળીઓથી સાપને માપો એમ કહે કે “સાપના દાંત ગણે” એમ આજ્ઞા કરે તે પણ “તહરિ' કહીને તે કાર્ય તુર્ત કરે ! “મને આવી આજ્ઞા કેમ કરી?” એ વિલ્પ પણ ન કરે! કારણ કે “આજ્ઞા કરનારા ગુરૂ લાભ હાનિને સારી રીતે સમજે છે, મને અહિતકર આજ્ઞા ન કરે, એવી શ્રદ્ધા તેને હેય છે. (૯૪)
કઈ વાર આચાર્ય (ગુરૂ) કાળા કાગડાને ધોળે કહે, તે પણ તે વચનને તે રીતે સહવું(માનવું) જોઈએ, કારણ કે ગુરૂ કારણના જાણ છે માટે કઈ કારણે તેમ બોલ્યા હશે? એમ વિશ્વાસ રાખવું જોઈએ. (૫)
જે શિષ્ય ગુરૂના મુખથી નીકળતું વચન ભાવપૂર્વક નિર્વિકલ્પમનથી સ્વીકારી લે છે, તેને તે ગુરૂઆજ્ઞા પીધેલું ઔષધ રોગને નાશ કરે તેમ સુખકારક (કમરેગની નાશક) બને છે. (૬)
ગુરૂની ઈચ્છાને અનુકૂળ વર્તનારા, વિનીત, રોષ નહિ કરનારા, નિત્ય ગુરૂ પ્રત્યે ભકિત (પૂજ્યભાવ) વાળા, શ્રુતજ્ઞાન