________________
ઉપદેશમાળા
૫૧
सीसावेढेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि । मेयज्जस्स भगवओ, न य सो मणसा विपरिकुविओ ॥९१॥ जो चंदणेण बाई, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥१२॥ सिंहगिरिसुसीसाणं भदं गुरुवयणसदहंताणं । वयरो किर दाही वा,-यणत्ति न विकोविअं वयणं ॥९३॥ मिण गोणसंगुलीहि, गणेहि वा दंतचकलाई से । इच्छंति भाणिऊणं, कज्जं तु त एव जाणंति ॥१४॥
ભગવાન આર્યમેતાર્યને (નારે) વાધરથી મસ્તક વીંટતાં નેત્રા નીકળી પડયાં (અર્થાત્ એક પ્રાણીની રક્ષા માટે મરણઃ કષ્ટ આવ્યું તે પણ તેઓ મનથી પણ (સેની ઉપર) ન કેપ્યા. (એમ ધર્મ માટે પ્રાણ છોડનારાનાં અનેક દૃષ્ટાન્ત છે.) (૯૧)
કઈ ભુજાઓએ (શરીર) ચંદનનું વિલેપન કરે (શાતા ઉપજાવે), કે કઈ કુહાડાથી તેને છોલે (અશાતા ઉપજાવે), એ રીતે કોઈ સ્તુતિ કરીને મનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે) કે કોઈ નિન્દા કરીને નારાજ કરવા પ્રયત્ન કરે, કિન્તુ ઉત્તમ મુનિઓ અને પ્રત્યે સમભાવ રાખે છે. (ઉપેક્ષા કરે છે) (૯૨)
(આવી સાધુતા ગુરૂના ઉપદેશથી પ્રગટે છે માટે મુનિઓએ ગુરૂઆજ્ઞાને પ્રાણાન્ત પણ પાળવી) ગુરૂવચનમાં શ્રદ્ધાવાળા તે આર્યરિ હગિરિના ઉત્તમ શિષ્યનું કલ્યાણ થાઓ કે “તમને વાચના વા આપશે એમ કહેવા છતાં જેઓનું મુખ જરા પણ મેલું ન થયું. (૯૩)