________________
ઉપદેશમાળા
जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निग्गुणस्स य, अयसो कित्ती अहम्मो य ॥९८॥ बुढ्ढावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिभवति । दत्तु व्व धम्मवीमंसएण, दुस्सिक्खियं तं पि ॥९९|| आयरिय-भत्तिरागो, कस्स ? सुनक्वत्तमहरिसीसरिसो।
अविजीवियं ववसियं, न चेव गुरुपरिभवो सहिओ ॥१००॥ માટે ગુરૂ પાસે રહેલા અને ભણવાનું પૂર્ણ થવા છતાં ગુરૂને નહિ છોડનારા, એવા સદાચરણવાળા પુણ્યવંતશિષ્ય છે.(૯૭)
(આવા ગુણેની એટલા માટે શિષ્યને જરૂર છે કે) ગુણવંત જીવે ત્યાં સુધી આ ભવમાં તેને યશ ગવાય છે, મરણ પછી કીતિ અખંડ રહે છે અને પરભવમાં ઉત્તમ ધર્મ (ધર્મ સામગ્રી) મળે છે, નિર્ગુણને (તેથી વિપરીત) આ ભવમાં અપયશ, અપકીતિ અને પરભવમાં અધમ (કુદેવ-કુગતિ વિગેરે) મળે છે. (૯૮)
વૃદ્ધપણાને લીધે સ્થિરવાસ રહેલા કે ગ્લાન (માંદા પડેલા) ગુરૂને દત્તમુનિની જેમ જે ધર્મના કુવિકલ્પથી પરાભવ કરે છે (શિથિલ માને છે તે શિષ્ય ધર્માચારને સારી રીતે સમજતે હોય તે પણ તેનું તે શિક્ષણ દુષ્ટ છે (કે જે ગુરૂ પ્રત્યે અવિશ્વાસ પેદા કરાવે છે. (૯)
આર્ય સુનક્ષત્રમહર્ષિના જેવો ગુરૂ પ્રત્યે ભક્તિને રાગ બીજા કેને હોય ? અર્થાત્ તેમને ગુરૂરાગ ઉત્તમ હતો કે જેના પરિણામે પોતાના જીવનને ખલાસ કર્યું પણ ગુરૂના પરભાવને સહન ન કર્યો. (ગશાળાએ ભગવંતને કહેલા અપશબ્દ ન સાંખ્યા.) (૧૦૦)