________________
પ૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ जं तं कयं पुरा पूरणेण, अइदुक्करं चिरं कालं । जइ तं दयावरो इह, करिंतु तो सफलयं हुतं ॥१०९॥ कारणनीयावासी, सुट्ट्यरं उज्जमेण जइयव्यं । जह ते संगमथेरा, सपाडिहेरा तया आसि ॥११०॥ एगंतनियवासी, घरसरणाईसु जइ ममत्तं पि । कह न पडिहंति कलिकलुस-रोसदोसाण आवाए ॥११॥
જેમ રથકાર, તેના દાનની અનુમોદના કરતે મૃગ અને બળદેવ મુનિ સુગતિને પામ્યા તેમ સ્વયં આત્મહિતને આચરતે (દઢ વ્રતને પાળતે) અને બીજા તેવાઓની અનુમોદના કરતે જીવ સદ્ગતિને પામે છે. (૧૦૮)
પૂર્વે પુરણ નામના શેઠે (તાપસે) દીર્ઘકાલ સુધી જે તપનાં અતિ દુષ્કર કષ્ટ કર્યા (સહ્યાં) તે જે દયા ભાવથી આ (જૈન) શાસનમાં રહીને (એના મર્મને સમજીને) કર્યા હોત તે સફળ થાત. મિથ્યાભાવે તે ઘણાં કષ્ટો વેઠવા છતાં નિષ્ફળ થાય છે. (૧૦૦)
કારણે (વૃદ્ધત્વાદિને ગે) સાધુને એક સ્થળે રહેવું પડે તે પણ સંયમ માટે અતિશય ઉદ્યમ કરે જોઈએ કે જેમ સ્થવિરસંગમસૂરિને તે કાળે દેવ સહાયક થયા તેમ બીજાને પણ દેવની સહાય મળે. (૧૧૦)
નિષ્કારણ હંમેશાં જે એક જ સ્થળે રહે છે, અને તેથી ગ્રહસ્થના ઘર(ઉપાશ્રય)ની છાપરાની વિગેરે સારસંભાળમાં, સુધારણામાં કે સ્વજનાદિમાં જેઓ મમત્વ કરે છે તેઓ કલહ, પાપ, ક્રોધાદિ દુષણેની આપત્તિમાં કેમ ન પડે? અર્થાત તેથી અનેક દેશે તેમાં પ્રગટે છે. (૧૧૧)