________________
ઉપદેશમાળા
माणंसिणोवि अवमाण-वंचणा ते परस्स न करंति । सुहदुवखुग्गिरणथं, साहू उयहिव्य गंभीरा ॥७८॥ मउआ निहुअसहावा, हासदवविवज्जिया विगहमुक्का । असमंजसमइबहुअं, न भणंति अपुच्छिया साहू ॥७९॥ महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं । पुद्वि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ॥ ८० ॥
જે ઉત્તમ મુનિઓ છે તે સત્ત્વશાળી હોવાથી કઈ દુર્જન અપકાર કરે, ચાડી કરે, કે પરાભવ કરે તથા અસંબદ્ધ બોલે કે કઠેર વચને કહે તે પણ મુખનો ચહેરે પણ બદલતા નથી. અર્થાત્ જરા પણ નારાજ થતા નથી. (૭૭)
માનવંતા(ઈન્દ્રાદિને પણ પૂજ્ય) એવા સાધુઓ પરનું અપમાન કે ઠગાઈ કરતા નથી, પણ સમુદ્રની જેમ ગંભીર હૃદયવાળા તેઓ સુખ કે દુઃખનાં નિમિત્તોને પામીને શાતા વેદનીય-અશાતા વેદનીયને ક્ષય કરવા માટે સહે છે, મેટી ઠકુરાઈ મળે તો પણ તેના બળે કેઈનું પણ અપમાન કે ઠગાઈ કરતા નથી (૭૮)
કોમળ પ્રકૃતિવાળા નિરભિમાની, નિભૂત એટલે ઉપશમ સ્વભાવવાળા, (અત્યંતર સંયમમાં ઉઘત–બહાર દેખાવ નહિ કરનારા) હાસ્ય-મશ્કરીથી રહિત, દેશકથા વિગેરે વિકથાઓથી રહિત, સાધુઓ પૂજ્યા વિના અલ્પ પણ અયોગ્ય વચન, કે યોગ્ય પણ ઘણું બોલતા નથી. (૭૯)