________________
* સ્વાધ્યા૦ ગ્રન્થસ હ साहू कंतारमहाभएसु, अवि जणवए वि मुइअम्मि । अवि ते सरीरपीडं, सहति न लहं(यं)ति य विरुद्धं ॥४१॥ जंतेहिं पीलिया वीहु, खंदगसीसा न चेव परिकुविया । विइयपरमत्थसारा, खमंति जे पंडिया हुंति ॥४२॥ जिणवयणसुइसकण्णा, अवगयसंसारघोरपेयाला । बालाण खमंति जई, जइ ति किं इत्थ अच्छेरं ? ॥४३॥
સુંદર આહારમાં, સુંદર સુખમાં, સુંદર ઉપાશ્રયમાં, સુંદર ઉદ્યાનોમાં અને સુંદર વસ્ત્રપાત્રાદિમાં પણ સાધુને આસક્તિ કરવાનો અધિકાર નથી, માત્ર ધર્મકાર્યોમાં જ તેને અધિકાર છે. (૪૦)
સાધુઓ (ધર્મનાજ અથી હોવાથી) મહાઅટીમાં કે રાજભયના પ્રસંગે, અથવા ઋદ્ધિથી ભરેલાં ગામે-શહેર વિગેરે સગવડવાળા પ્રદેશમાં પણ શરીરની પીડાને સહન કરે છે, પણ જિનાજ્ઞા વિરૂદ્ધ આહાર-વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરતા નથી. (૪૧)
(આપત્તિમાં પણ ધર્મ ન છોડવા માટે દુષ્ટાન્ત આપે છે કે, સ્કંદસૂરિના શિષ્યો યંત્રમાં પીલાવા છતાં પણ કે પાયમાન ન થયા તેમ જેઓ પરમાર્થતત્ત્વના જાણ પંડિત (જ્ઞાની) હેાય તે પરિષહાદિને સહન કરે છે, મરણતે પણ ધર્મને છોડતા નથી. (૪૨)
શ્રીજિનવચનશ્રવણમાં તત્પર હોવાને કારણે જેણે ઘર સંસારની અસારતા જાણી છે તેવા સાધુઓ બાલક