________________
ઉપદેશમાળા
1
૩૧
धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्व ॥२२॥ अप्पा जाणइ अप्पा, जहडिओ अप्पस क्विओ धम्मो । अप्पा करेइ तं तह, जह अप्पसुहावओ होइ ॥ २३ ॥ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥ २४ ॥ धम्मो मएण हुँतो, तो नवि सीउण्हवायविज्झडिओ । संवच्छरमणसिओ, बाहुबली तह किलिस्संतो ॥ २५ ॥
વેષ નકામે પણ નથી, રાજા જેમ અન્યાય કરનાર પ્રજાને રેકે છે તેમ વેષ પડતા જીવના ધર્મનું રક્ષણ કરે છે. “હું દીક્ષિત છું એમ માનીને તે પાપ કરતાં ડરે છે. ()
આત્મા જ આત્માને (શુભાશુભ ભાવને) યથાસ્થિત રૂપે જાણે છે, બીજે સામાન્ય મનુષ્ય જાણી શકતો નથી; આત્મસાક્ષીએ કરેલો જ ધર્મ છે, તેથી આત્માએ તે ધર્મ કર કે જે આત્માને સુખકારક બને! (૨૩)
જીવ જે જે સમયે જે જે ભાવ (અધ્યવાસિય) વાળ બને છે તે તે સમયે તે તેવું શુભ-અશુભ કર્મ બાંધે છે. (અર્થાત્ ભાવ જ શુભાશુભનું કારણ છે.) (૨૪)
જે ધર્મ શુભ ભાવ વિના ગર્વ (વિગેરે) થી થતું હેત તે બાહુબલીજી એક વર્ષ અણાહારીપણે શીત-તાપ -વાયુ વિગેરેથી ફલેશ પામ્યા (છતાં કંઈ ફળ ન મળ્યું. તે બનત નહિ. (૨૫)