________________
ઉપદેશમાળા
कह तं भण्णइ सोक्वं?, सुचिरेण वि जस्स दुक्खमल्लिया। जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ॥ ३० ॥ उवएससहस्सेहिं वि, बोहिज्जंतो न बुज्झइ कोई । जह बंभदत्तराया, उदाइनिवमारओ चेव ॥ ३१ ॥ गयकनचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्मकलिमल-भरियभरा तो पडंति अहे ॥३२॥ वोत्तूण वि जीवाणं, सुदुक्कराइंति पावचरियाई ।
भयवं जा सा सा सा, पच्चाएसो हु इणमो ते ॥ ३३॥ દેવે [ કે જેઓની બરાબર સંસારનું સુખ કેઈને નથી તેઓ) પણ આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી ગર્ભનાં દુઃખમાં આવી પડે છે તે વિચાર કરતાં સંસારમાં બીજું શાશ્વત રહેનારું શું છે ? કંઈ નથી. (૨૯)
તેને સુખ કહેવાય જ કેમ? કે લાંબા કાળે પણ જેના પરિણામે દુખ આવી પડે? (વસ્તુતઃ સંસારિક સુખો) મરણ પછી નરકાદિભવરૂપ સંસાર પરિભ્રમણનાં અને ત્યાં ત્યાં દુઃખો ભેગવવાનાં કારણે રૂ૫ છે. (૩૦)
બ્રહ્મદત્તચકી અને ઉદાયીનુપમારકની જેમ હજારે (પ્રકારે) ઉપદેશ કરવા છતાં કોઈ (ગુરૂકમી) જીવ તે બેધ પામતે જ નથી. (૩૧) - હસ્તિકર્ણ સમી ચંચળ રાજ્યલક્ષ્મીને ત્યાગ નહિ. કરતા જીવો તે (લક્ષ્મીમાં મૂઢ બની) પિતાના પાપ કર્મરૂ૫ કચરાથી ભારે થઈને નીચે (નરકમાં) પડે છે. (૩૨)