________________
- સ્વાધ્યા૦ ગ્રન્થસહ
जइ ता तिलोगनाहो, विसहइ बहुयाई असरिसजणस्स । इयं जीयंतकराई, एस खमा सव्वसाहूणं ॥ ४ ॥ न चइज्जइ चालेउ, महइ महावद्धमाणजिणचंदो। उवसग्गसहस्सेहिं वि, मेरू जहा वायगुंजाहिं ॥ ५ ॥ भदो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । जाणतो वि तमत्थं विम्हियहियो सुणइ सव्वं ॥६॥ जं आणवेइ राया, पगइओ तं सिरेण इत्थं ति। इय गुरुजणमुहभणियं, कयंजलिउडेहिं सोयव्वं ॥ ७॥
જેમ તેમાં ત્રિલોકનાનાથ શ્રી વીરપ્રભુએ સામાન્ય-હલકા છોના પણ મારણાંતિક ઘણા ઉપસર્ગોને સહન કર્યા તેમ સર્વ સાધુઓએ પણ એવી ક્ષમા કરવી જોઈએ. (૪)
જેમ મહાવાયુ પણ મેરૂને ન ચલાવી શકે તેમ હજારે ઉપસર્ગો પણ મોક્ષના એક નિશ્ચયવાળા મહાન શ્રીવદ્ધમાનજિનચંદ્રને ચલાયમાન કરવા સમર્થ ન થયા. (તેમ સાધુઓએ પણ ઉપસર્ગો–પરિષહેમાં નિશ્ચલ થવું જોઈએ). (૫)
કલ્યાણના કરનારા, વિનયથી વિનીત અને સંપૂર્ણ શ્રુતજ્ઞાની પ્રથમ ગણધર શ્રી ગૌતમપ્રભુ જ્ઞાની છતાં પણ તે તે સર્વ અર્થોને (અન્યલકને જણાવવા માટે) માંચિત થઈને આશ્ચર્ય પૂર્ણ હૈયે ભગવાનના મુખેથી સાંભળતા હતા. (તેમ સાધુએ ગુરૂમુખે વિનયપૂર્વક શાસ્ત્રો સાંભળવા જોઈએ) (૬). .