________________
શ્રી શરણેશ્વપાર્શ્વનાથા નમઃ महत्तरश्रीधर्मदासगणिविरचिता
श्रीउपदेशमाला नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोयगुरू । उवएसमालमिणमो, वुच्छामि गुरूवएसेणं ॥१॥ जगचूडामणीभूओ, उसमो वीरो तिलोयसिरितिलओ। एगो लोगाइचो, एगो चक्खू तिहुयणस्स ॥ २॥ संवच्छरमुसभजिणो, छम्मासे बद्धमाणजिणचंदो । इय विहरिया निरसणा, जइज एउवमाणेणं ॥ ३ ॥
અર્થ–ત્રણે જગતના ગુરૂ, દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે પૂજાએલા શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને હું (ધર્મદાસગણિક્ષમાશ્રમણ) ગુરૂના ઉપદેશને અનુસારે ઉપદેશમાળાને કહીશ. (૧)
- ત્રણે જગતના ચૂડામણી પહેલા શ્રી ઋષભદેવ અને ત્રણ જગતની લક્ષ્મીના તિલક છેલ્લા શ્રી મહાવીર જિન થયા, તેમાં એક શ્રી ઋષભદેવ આ અવસર્પિણી કાળમાં કેવળજ્ઞાન દ્વારા ઉગતા સૂર્ય અને એક શ્રી વીરજિન ત્રિભુવનનાં નેત્રો થયા. (૨)
શ્રી ઋષભદેવ એક વર્ષ સુધી અને વદ્ધમાન જિનચંદ્ર છ માસ સુધી, એમ બન્ને નિરાહાર વિચર્યા. તેઓના દષ્ટાન્તથી હે જીવ! તું પણ તપને ઉદ્યમ કર! (૩)