________________
[૩૫] મંગળ આશીર્વાદ આપ્યા–હું તે નાચી ઉઠય. મારું જીવન ધન્ય ધન્ય બની ગયું. કેઈ મહાત્માએ જીવનમંત્ર આપી દિધે અને જાણે હું અમૃત સરિતામાં સ્નાન કરતે હેઉં તેમ મારા રોમેરેામમાં આનંદ આનંદ થઈ રહ્યો. તેમના જેવા પરમ પવિત્ર જ્ઞાની પુરૂષના આશીર્વાદે મારા જીવનમાં પ્રસંગે પ્રસગે મને શાંતિ મળી છે. અણના પ્રસંગે અણધારી સહાયતા મળી છે. દુઃખમાં દિલાસે આવે છે. મુશ્કેલીમાં માગ કરી આપ્યો છે. ગુરૂના, સંતના, વડીલના, અપંગના, કે દીનદુઃખીના આશીર્વાદ નિષ્ફળ જતા જ નથી એવી મારી અંતઃકરણમાં પૂર્ણ પ્રતીતિ છે અને તેથી જ માલશીભાઈના ઉદ્દગારે મારા કાનમાં ગુંજારવ કરી જાય છે સદા મગનમેં રહેના.'
શ્રી માલશીભાઈની માંદગી વધવા લાગી. હીરજીભાઈ કાનજી અને મેં સેવા કરવાનો નિર્ણય કર્યો. તેમને કમરમાં ને વાંસામાં દર્દ થતું હતું. અમે બંને જણાએ શેક કર શરૂ કર્યો. પરિણામ એ આવ્યું કે અમને ખબર ન રહી ને તેમની ચામડી બળી ગઈ. એ વાતની ખબર પડી અને અમે બને તે ખૂબ ભોંઠા પડ્યા. સેવા કરવા જતાં કેટલું દુઃખ આપ્યું પણ માલશીભાઈ અક્ષરે બેલ્યા નહિ. અમે જ્યારે પૂછયું ત્યારે તે તે જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ શાંતિથી બેલ્યા કે તમે પ્રેમથી સેવા કરતા હતા, તમને શું કહેવું? કેમ અટકાવવા ? શું તેમની સહનશક્તિ! કે ભક્તિભાવ માટે
પ્રેમભાવ ?
.