________________
[૩૪] લખી શકું, કવિ નથી કે કવિતા કરી શકું પણ જેમ બાળકના મોઢામાં મીઠાઈ મૂકે તે તેને જેમ મીઠાશ આવ્યા કરે પણ તેનું વર્ણન કરી શકે નહિ, છતાં આનંદ માણ્યા કરે તેજ પ્રકારે શ્રી માલશીભાઈને ઉપકારે હું સમજી શકું છું. વર્ણવી શકતો નથી.
પ્રભુ પાસે એજ પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી આ સંસારમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી મારે તેમના ચરણમાં નિવાસ થાય. તેઓ જીવનભર મારા પ્રાણ પ્રેરક, ઉદ્ધારક અને તારક બને!
શ્રી માલશીભાઈ કેડાયની સદાગમ પ્રવૃત્તિના પ્રેરક અને ટ્રસ્ટી હતા. એ સંસ્થાદ્વારા મારા જેવા હજારેને જીવનનું સાચું દર્શન મળ્યું છે. ઘણા આત્માઓએ પિતાનાં જીવનને ઉજાળ્યાં છે. છેલ્લે છેલ્લે તેમને હરસને વ્યાધિ થયો. સાથે તેમને વાની પણ બિમારી હતી. તેઓ ખૂબ સહનશીલ હતા. કરી કેઈની સેવા લેવા તેઓ રાજી નહિ. જરા તબીયત નરમ હોય તો તે પરવા ન કરે. તાવ હોય છતાં વાંચવામાં તલ્લીન હોય અને કેઈ આવે તેની સાથે વાત કરે.
- મને તેમના પ્રત્યે ખૂબ ખૂબ સદ્ભવ હતું. તે, મારા પ્રાણપ્રેરક હતા. તેમની માંદગીમાં મેં તેમની થોડી ઘણી સેવા કરી હશે. તેમાં તે ખૂબ રાજી થયા. મને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. એ આશીર્વચને આજે પણ યાદ આવે છે અને આંખ ભીની થઈ જાય છે. જે દિવસે તેમણે મને