________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમું
Kી मुखमधु शरीरस्य, सर्व वा मुखमुच्यते । ततोऽपि नासिका श्रेष्ठा, नासिकायाश्च, लोचने ॥१॥ यथा नेत्रे तथा शीलं, यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं, यथा शीलं तथा गुणाः ॥२॥
મુખ એ શરીરનો અરધો ભાગ છે, એટલું જ નહિ; પણ મુખને શરીરનો આખો ભાગ કહીએ તો ખોટું નથી, કારણ કે - આખા શરીરમાં મુખ્ય પ્રધાન છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી પણ નેત્રો || શ્રેષ્ઠ છે.
જેવાં નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરલતા, જેવું રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણો જાણવા.
अतिहस्वेऽतिदीर्धेऽति-स्थूले चाऽतिकृशे तथा । अतिकृष्णेऽतिगौरे च, षट्सु सत्त्वं निगद्यते ॥३॥
અતિ ટુંકામાં, અતિ લાંબામાં, અતિ જાડામાં, અતિ પાતલામાં, અતિ કાલામાં, તથા અતિ ગોરામાં, એ છએમાં સત્ત્વ કહેવાય છે. सद्धर्मः सुभगो नीरुक्, सुस्वप्नः सुनयः कविः । सूचयत्यात्मनः श्रीमान् नर स्वर्गगमा-ऽऽगमौ ॥४॥
જે સારી રીતે ધર્મ કરણી કરતો હોય, સારો ભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, જેને સારાં સ્વપ્ન છે આવતાં હોય, સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો સૂચવે છે.
૩૪
For Private and Personal Use Only