________________
અંબાલાલભાઈ કહેતા કે તમને તો શું હું કોઈનેય ગાંડ્યો નથી. સ્ત્રીચારિત્રનો આખો પાઠ તમારી પાસેથી જ શીખ્યો છું. હવે હું સ્ત્રીઓથી છેતરાઉ નહીં.
[૮.૨] ભાભીને ઉપકારી ગયા
મણિભાઈ, ઝવેરબા, હીરાબા તરફથી અંબાલાલને દુઃખ આવેલા નહીં. ભાભી તરફથી અડચણ પડેલી પણ તે પોતે કાયમ ભાભીને ઉપકારી માનતા. ભાભી તરફથી અપમાન આવ આવ કરતું, તે એમને બહુ આકરું લાગતું. તેઓ કહેતા કે જે આ દસકો વીત્યો છે તેમાં ભાભીએ દુ:ખ દેવામાં કંઈ બાકી રાખ્યું નથી. છતાં અંદર સમજણ હતી કે આ હિસાબ મારો જ છે, આની નોંધ કરવા જેવી નથી. નરસિંહ મહેતાને એમના ભાભીએ ધર્મમાં વળવા હેલ્પ કરી હતી એમ મારા ભાભી મને સંસારમાં વૈરાગ લાવવા હિતકારી નિમિત્ત થઈ પડ્યા.
ભાભીનેય પોતે કહેતા કે નરસિંહ મહેતાને ભાભી મળ્યા તે ભગત થયા અને તમે મને મળ્યા તો હું ભગવાન થઈ જઈશ. મને મોક્ષે જવાનો રસ્તો જડ્યો. જો કે મારું આમ જ બનવાનું હતું, પણ નિમિત્ત એ બન્યા. ભાભીના પ્રતાપે પોતે મોક્ષમાર્ગ તરફ વળી ગયા. ભાભી અતિ ઉપકારી થઈ પડેલા.
પોતે નાનપણથી આધ્યાત્મિક તરફ વળેલા, પણ ભાભીનું શેમાં ? ઑસ્ટ્રકશન (વિરોધ) હતું. તેથી વધારે હિતકારી થઈ પડ્યું.
[૮.૩] વ્યવહાર લક્ષ્મી તણો, ભાભી જોડે અંબાલાલભાઈને ભાભી સાથે ચીકણો હિસાબ. એમને ગમે તેટલું આપે તોય એ રાજી ના થાય, સંતોષ ના થાય, લોભ એવો. ભાભીનો કેસ બધું આપી દઈનેય ઊંચો મૂકેલો. એમને પૈસા આપેલા, ઘર આપેલું. ભાભીનો કોઈ ક્લેઈમ બાકી ન રહે એવું કરી નાખેલું.
એમની નાતમાં પણ લોક કહેતા કે નાની ઉંમરમાં ભાભી રાંડે તો દિયર આવી રીતે સાચવે એવું બનેલું નહીં. અંબાલાલભાઈએ ભાભીને દુઃખ પડવા દીધું નથી.
40