________________
ઉપદેશમાળા
૩૩
અર્થના વિચાર કર અને વિચાર કરીને અન્યાય ધર્મ તજી દઈ મેાક્ષસુખને ઉપાર્જન કર. તારા પિતાના એ આદેશના સ્વીકાર કર.” આ પ્રમાણેનાં પેાતાની માતાનાં વચને સાંભળીને રણસિંહ રાજાએ તેનુ' અધ્યયન કરવાનું કબૂલ કર્યું". પછી પ્રથમ જિનદાસ ગણિ ઉપદેશમાલાની ગાથા બેલે અને ત્યાર પછી રસિંહ રાજા તે પ્રમાણે બેલે, એ રીતે બે ત્રણ વાર સાંભળીને એલી જઈ તેણે આખી ઉપદેશમાલા કઢે કરી, પછી તેના અને ચિત્તમાં વિચારતા સતા તે ભાવિતાત્મા વૈરાગ્ય પામીને ચિતવવા લાગ્યા કે- મને ધિક્કાર છે! મે' અજ્ઞાનને વિશે આ શુ' આચર્યુ* ધન્ય છે મારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાન વડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યેા માટે હવે આ વિદ્યુત્પાત સમાન ચંચળ એવા વિષયસુખવડે સયુ'. કહ્યું છે કેચલા લક્ષ્મીબ્ધલાઃ પ્રાણા-ચલ ચચલયૌવન ચલાચલેસ્મિન્સ સારે, ધમ એકા હિ નિશ્ચલઃ ।
“ લક્ષ્મી ચપળ છે, પ્રાણ ચપળ છે, ચંચળ એવુ' ચૌવન પણુ ચપળ છે; એવા ચળાચળ સ`સારમાં ધર્મ એક જ નિશ્ચળ છે.
આ પ્રમાણે વિચારી ઘરે આવીને રસિંહ રાજા ન્યાય અને ધર્મની પ્રતિપાલના કરવા લાગ્યા. પછી કેટલેક કાળે કમળવતીના પુત્રને રાજ્યે સ્થાપન કરીને શ્રી મુનિચંદ્ર સૂરીપાસે રણસિ ́હ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું; અને વિશુદ્ધચારિત્રનુ આરાધન કરી કાળધર્મ પામીને દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. કમળવતીના પુત્રે પણ આ ઉપદેશમાલા કંઠે કરી અને સ લેાકાએ પણ તેનુ પઠન પાઠન કર્યું. એ પ્રમાણે અનુક્રમે પઠન પાર્ડનના ક્રમમાં ચાલતી આ ઉદ્દેશમાળા અદ્યાપિ વિજય પામે છે. આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના પુત્રને પ્રતિબેાધ પમાડવા માટે શ્રી ધર્મદાસ ગણિએ રચેલુ` છે; તેનુ રહસ્ય અન્ય બુદ્ધિમાન જનાએ સમ્યક્ પ્રકારે ધારણ કરવું. આ પ્રમાણે વૃદ્ધોક્ત સંપ્રદાય બતાવ્યા. હવે તે ઉપદેશમાળાની ગાથાએના અર્થ વિગેરે કહેવામાં આવશે, મૃત્યુપદેશમાલાયાં પ્રથમ રણસિ’હનુપસ્યમૂલસ બંધઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org