________________
ભગવતી સૂત્ર સાર સંગ્રહ : ભાગ બીજાના - A- અભિપ્રાયે .
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ, ભાગ–બીજાના પ્રકાશન પ્રસંગે અમે સહુની ભૂરિ ભૂરિ અનુમોદના સાથે શુભેચ્છા સ્વીકારશે.
આવી આવી સુંદર શ્રતજ્ઞાનની ભકિત આપના જીવનમાં સતત ચાલ્યા કરે એ જ શાસન દેવને પ્રાર્થના. પાલીતાણા -વિજય ધર્મસૂરિ તથા યશોવિજયજી સાહિત્ય મંદિર
ના સાદર અનુવંદના-વંદના તા. ૨૩-૯-૭૭
શ્રી ભગવતી સૂત્રના અનુવાદનું પુસ્તક તમારા તરફથી તૈયાર થયેલ મને મળ્યું. અનુવાદનું કામ ઘણું જ સુંદર બનેલ છે. જગહ જગહ પર ટીપણીઓ પણ મૂલ સૂત્રના ભાવને વિશદ બનાવવામાં ઉપયેગી બની શકે તે પ્રમાણે વિસ્તૃતપણે લેવામાં આવી છે. ખરેખર આપને આ પ્રયત્ન પ્રશંસનીય બની રહે છે. આથી આપનું આ કામ જલદીથી પૂર્ણ થાઓ એ જ ભાવના. શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય
–રામસૂરિ પાયધુની, મુંબઈ
(ડેલાવાળા)
. ... શ્રી ભગવતી સૂત્રના તમારા દ્વારા સંપાદિત પ્રથમ ભાગનું અવલોકન કર્યું. તથા બીજા ભાગની પ્રસ્તાવનાનું પણ અવલોકન કર્યું”. ખરેખર તે બંને ભાગમાં એ ખૂબ જ વિદ્વતાને અને જૈન દર્શનના દ્રવ્યાનુયેના અભ્યાસને ઉંડે