________________
ધન્યછી :
[૨૭] શાલિભદ્ર થડા સમયમાં જ સંસાર ત્યજી દઈ, સંયમ ગ્રહણ કરવાનો હોવાથી પ્રતિદિન અકેક નારી સાથેનો સંબંધ છેડતા હતો. દુ:ખનું કારણ આ જ.
સુભદ્રાના મુખમાંથી અશ્રુનિમિત્તની કહાણી સાંભળતાં જ ધન્યકુમારથી બોલી જવાયું. “અરે! એમાં તે દુ:ખ કેવું? સંયમ જેવી આત્મકલ્યાણકારી ચીજના ગ્રહણમાં આ વિલંબ! તારો ભાઈ તે કાયર જણાય છે. છોડવું ત્યારે કાં એક સાથે ન છોડી દેવું ?”
સ્વામીનાથ ! કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. દુનિયામાં કથન કરનારા કિવા સલાહ આપનારાને કયાં તો છે? અમલ કરનારાની સંખ્યા જ આંગળીના ટેરવે ગણાય તેટલી છે. કાયરતા વદનારે કેટલી વીરતા દાખવી ?”
વાત તારી સાચી છે, તો આ ચાલી નીકળ્યો. ઉત્કૃષ્ટ વસ્તુના સ્વીકારમાં નિશ્ચય કર્યો એટલે બસ.”
નાથ ! હું તો માત્ર મજાક કરી રહી છું, એમાં આપ ખોટું લગાડી તર છેડી ચાલ્યા ન જાઓ.” સુભદ્રા દીનવચને બેલી.
ના, ના, વલ્લભા ! આમાં માઠું લગાડવાપણું જ નથી. મોહનિદ્રામાં પડેલા મને જાગ્રત કર્યો. સમજ્યા ત્યાંથી સવાર ગણવી એ તો નીતિનું કર્તવ્ય છે.”
પણ આમ મારા વચને મારી સાત બહેનને દંડ દેવા આપ તૈયાર થયા એ વ્યાજબી ન કહેવાય. મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મારે એકલીએ જ ભેગવવું જોઈએ, આપ વગર અમારા જીવન ટકી શી રીતે શકે?”
હવે એ બધી ચર્ચામાં કાળ વ્યય કરવાને ઉપગ કંઈ જ નથી. અરિહંત દેવના ઉપાસક નમાલા ન જ હોય. એ તો