________________
ધન્યશ્રેણી :
[૨૫] તે ગણત્રી બાંધીને જ કાર્ય કરાયેલું હોવાથી સુભટનું કામ મુશ્કેલ થઈ પડયું. સાધુ ધન્યના સામનાથી તેઓ મુંઝાયા. તેના પરાક્રમ આગળ તેમને પાછું હઠવું પડ્યું.
સમાચાર દરબારમાં પહોંચ્યા. રાજાને પણ વિમાસણ થઈ. મહાજનને પણ લાગ્યું કે ધન્ય શેઠ જેવા સાથે બગાડવું તે ઠીક નહિ, તે પછી અન્યાય પ્રવર્તાવા દે? એ પ્રશ્ન સોને મૂંઝવવા લાગે. વ્યાવ્રતટી જેવી દશા આવી પડી. એક તરફ સાધુ ધન્ય જેવો પવિત્ર પુરુષ દુરાચરણ સેવે નહિ, જ્યારે બીજી બાજુ બાઈઓની વાત પણ ખોટી તો નથી જ. જે બનાવની એ વાત કરે છે એ માટે મજૂરવર્ગમાંથી એક કરતાં વધુ સાક્ષીઓ તેની પુષ્ટિ કરવા તૈયાર જ છે. આમ પુષ્કળ વિચારણા કરતાં મહાજનમુને લાગ્યું કે “જરૂર આમાં કંઈક રહસ્ય સમાયું છે.” તેથી રાજવી સાથે એ સંબંધી પરામર્શ કરી તેઓ સાધુ ધન્યના આવાસે પહોંચ્યા. તેમના આદરસત્કારમાં ધન્ય શેઠે જરા પણ ખામી ન રાખી. તેઓએ સર્વ વિચારણા ખુલ્લા શબ્દોમાં રજૂ કરી, ધન્ય પર દબાણ ચલાવ્યું કે-“આ બનાવ પાછળ શું રહસ્ય સમાયેલું છે તેને જલદી હવે ફેટ કરવો ઘટે.
સાધુ ધન્યને પણ વાતને બહુ વધારવી ઉચિત ન લાગવાથી સારું ય વૃત્તાન્ત અથથી માંડીને ઈતિ સુધી મહાજનના મુખ્યાને જણાવ્યું અને પ્રાંતે તેણે ઉમેર્યું કે મારા ભાઈઓને પૃથક્ થવાની સલાહ આપનાર ભેજાઈઓને શિક્ષા કરવા સારૂ જ મેં આ કેયડો રચ્યા છે. જ્યાં આખા ય બનાવ પરથી પડદે ખેંચાઈ ગયો
ત્યાં તો સૌ કોઈના હૃદયમાં અવર્ણનીય આનંદ ઉભળ્યો. તરત જ માતાપિતા અને ભાઈઓને બોલાવવામાં આવ્યા. પેલી ભાઈઓને પણ તેડાવી મંગાવી અને તેમની પૂર્વે થયેલી ભૂલ માટે તેમ જ અણછાજતી પ્રકૃતિ માટે મીઠા શબ્દમાં ઠપકો આપીને, નજર