________________
[૨૪]
પ્રભાવિક પુરુષો : - હવે તો ચોખ્ખું સમજાઈ ગયું કે ઈરાદાપૂર્વક સુભદ્રાને રોકનાર અને પોતાના સાસુ-સસરા તથા ધણીઓને કેદ કરનાર ધન્ય આપણને સીધો જવાબ નહિ જ આપે, એટલે તરત જ ત્રણે પુત્રવધૂઓ કૌશાંબીપુરીના મહાજન પાસે પહોંચી. ગરિબ, દુઃખિયા કે જેના પર અન્યાય વતેલે હોય એની રાવ સુણનાર જે કઈ પણ પુરાતન ઢબનું સાધન હોય તો તે મહાજન. સારે ય હેવાલ સાંભળી લઈ, બાઈઓને ધીરજ આપી, જેની લાગવગ ચાલી શકે એવા થડા ગૃહસ્થ સાધુ ધન્ય પાસે આવ્યા અને કઈ પણ હિસાબે બનેલ વાતનો તોડ લાવવા પ્રયાસ કર્યો, પણ ધન્ય તો નકારો ભણું હાથ જ ન મૂકવા દીધે. કોઈ પણ રીતે ધન્યને તે વાત રાજદરબારની દેવડીએ મોકલવી જ હતી.
મહાજનના ધુરીઓ “આ વ્યાજબી નથી થતું” એમ કહી વિદાય થયા. તેઓએ રાજવી પાસેથી દાદ મેળવવાની બાઈઓને સૂચના કરી. પુત્રવધૂઓએ પણ પિતાને પોકાર રાજવીના કાને પહોંચાડ્યો. એવી સરસ રીતે પોતાની બાબત રજૂ કરી કે રાજાને પણ ધન્યની જ કસુર માલૂમ પડી.
સાધુ ધન્ય એટલે પોતાનો જમાઈ, છતાં ન્યાયના કાંટા સરખા કરતી વેળા એવો સંબંધ જેનાર ઈન્સાફ ન જ તોળી શકે, એ વાત આ ભૂપને સમજાવવી પડે તેમ હતું જ નહિ. તરત જ ધન્ય શેઠને બોલાવવા સિપાઈ આવ્યા.
કઈ દિવસ વગરવિચારે શબ્દ ન વદનાર સાધુ ધન્ય જરા તોછડાઈથી પ્રત્યુત્તર આપ્યો; એટલું જ નહિ પણ સાથે કહેરાવ્યું કે “એકપક્ષી વાત સાંભળી તમે જે વલણ અખત્યાર કર્યું છે એ વ્યાજબી નથી કર્યું.”
બસ, આટલાં વચન શ્રવણ કરતાં જ પૃથ્વીપતિના ગુસ્સાને પાર ન રહ્યો. તરત જ ધન્યને પકડવાને સુભટો દોડાવ્યા. અહીં