________________
[૨૨]
પ્રભાવિક પુરુષો : “હે સુભાગે! તું શા સારું આવી રીતે કષ્ટ વહન કરી સુંદર દેહયષ્ટિને કરમાવે છે? મારે ત્યાં જ રહે અને તારા દિવસો અમનચમનમાં પસાર કર.” સુભદ્રા લજજાથી મુખ નમાવી કહેવા લાગી: “હે સાધુપુરુષ ! તમારે આમ વદવું એ વ્યાજબી નથી. હે અન્નદાતા ! મારા માર્ગમાંથી તમે ખસી જાઓ ને મને સત્વર ઘરભેગી થવાં ઘો. તમારા જેવા ચારિત્રશીલ પુરુષને પારકી ત્રિયા પર કુદષ્ટિ કરવી શોભતી નથી. મારા હૃદયવલ્લભના વિયેગથી જ્યાં મારું અંતર દશ્ય થઈ રહ્યું છે, જ્યાં મારા માતાપિતા સરખા સાસુ-સસરાના ગાત્ર મજૂરીથી સદેવ ગળી રહ્યા છે અને
જ્યાં મારા સરખી શાલિભદ્રની ભગિનીને સ્વપતિવ્રતધર્મનું ખંડન કરવા કરતાં મૃત્યુને ભેટવું અતિ શ્રેયસ્કર જણાય છે ત્યાં અમનચમનની વાત કરતાં આપને શરમ નથી આવતી? તમેએ અન્નવસ્ત્ર આપી અમારા કુટુંબ પર ઉપકાર કર્યો છે એટલે વધારે કહેવું મને ઉચિત લાગતું નથી, પણ યાદ રાખજો કે આવી રીતે પરનારી પર કુદષ્ટિ કરવાનું પરિણામ કદી પણ સારું આવતું નથી. ચાલો, બાજુ પર ખસી જઈ મારે માર્ગ મોકળો કરો.”
પવિત્રહૃદયા પ્રેયસીના આ જુસ્સાદાર વચનો શ્રવણ કરતાં ધન્યની ધીરજ ચાલી ગઈ. નજીક આવી, પોતાની ઓળખાણ કરાવતાં પાદ પરનું લાખું બતાવ્યું. વળી વિશેષ પ્રતીતિ કરાવવા સારુ પિતે રાજગૃહી છોડતાં પૂર્વે આપેલી મુદ્રિકાની યાદ આપી.
સુભદ્રાને ખાત્રી થઈ કે સાધુ ધન્ય તે અન્ય કેઈ નહિં પણ પોતાના સ્વામીનાથ જ છે. તે પુન: એક વાર એ મધુરા મુખારવિંદ પ્રતિ મીટ માંડી જોઈ રહી.
ધન્ય તેને પ્રેમપૂર્વક આલિંગન દઈ, સર્વ પરિસ્થિતિ સમજાવી. વસ્ત્રો બદલાવી સુંદર શણગાર સજાવી પોતે જે કરે તે મનપણે જોયા કરવાની આજ્ઞા કરી. તરત જ ધન્ય પિતે તથા