________________
પરિચ્છેદ
સરસ્વતી સ્તુતિ-અધિકાર જિનબિંબ-અધિકાર.
૧૩
WWWw
%
^
^
^
^^^,
મતિ રૂપ સુવર્ણની કટી એવી સરસ્વતી તમારું રક્ષણ કરે, કે જે સરસ્વતી વચનથી જ વિદ્વાન અને મૂર્ખનું વિવેચન કરી આપે છે. ૧ વિરોધાભાસ અલંકારથી સરસ્વતીજીના ભંડારનું વર્ણન.
अव्यये व्ययमायाति व्यये याति सुविस्तरम् ।
अपूर्वः कोऽपि भण्डारस्तव भारति दृश्यते ॥३॥ હે સરરવતિ? તમારે કોઈ અપૂર્વ ભંડાર દેખાય છે, કે જે ભંડાર નહીં ખર્ચાવાથી ખુટી જાય છે અને ખર્ચવાથી સારા વિસ્તારને પામે છે. ૧ સરસ્વતીથી કવિઓની શાસ્ત્ર સંપત્તિનું દર્શન.
પ્રા. श्रुतसम्पदः कवीनामुक्तिभिरेव प्रकाशतां यान्ति ।
सिन्धोरपारजलभरमुकारा एव कथयन्ति ॥ ३॥ કવિઓની શાસ્ત્રીય સંપત્તિએ તેમની ઉક્તિઓથી જ પ્રકાશતાને પામે છે. સમુદ્રના અપાર જળના સમૂહને તેના ઉગારે જ જણાવી આપે છે. એટલે જેમ સમુદ્રના મોજાએ ઉપરથી તેનામાં અગાધ જળ છે એમ જત્રાઈ આવે છે, તેમ કવિઓની કવિતા ઉપરથી તેમનામાં શાને બોધ કેટલો છે તે જણાઈ આવે છે. ૩
जिनबिंब-अधिकार.
પ્રાસંગિક સરસ્વતી સ્તુતિનામના અધિકારને પૂર્ણ કરી પુનઃ પ્રસ્તુત વિષયને અનુસરાય છે, એટલે પ્રથમના અહંન્દુ ભક્તિનામના અધિકારમાં શ્રી અહંત ભગવા નની ભક્તિ કરવાનું સિદ્ધ કર્યું. તેમાં શ્રી અહંત ભક્તિમાં ભગવાનની પૂજાના પાંચ પ્રકાર જણાવ્યા છે તે તે પ્રમાણે પૂજન ક્યા સ્થાનમાં કરવું? એવી રીતે પ્રશ્ન ઉદ્દભવે છે, કારણ કે અહંત ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપે સદાકાળ દર્શન થતાં નથી, અને પૂજાતે ચન્દન પુષ્પાદિથી કરવાની તેમાં જણાવેલી છે. તે તે પૂજા પ્રત્યક્ષ સુન્દર મૂર્તિ વિના કેમ થઈ શકે? તે પ્રશ્નોને ઉદ્દભવ થતાં તેને ઉત્તર આપવા માટે શ્રી જિન ભગવન્તના બિંબની સ્થાપના કરવાનું સિદ્ધ કરવા તથા તેના ફળ માટે અધિકાર આરંભાય છે,