________________
પરિષદ પર્યુષણ પર્વ અધિકાર
૪૮૯ અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાન રહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓને તે અંધપરંપરા માર્ગ છે. તે મુક્તિને અનુકૂળ થાય નહિ.
ભાવાર્થ એવો છે કે કાંઈ નહીં તે વર્ષમાં આઠ દિવસમાં અવશ્ય આત્મસ્થિરતા,પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે જોઈએ.
આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અનાદિ કાલથી ચાવી આવે છે અને અનંત કાલ સુધી દિગ્વિજય સાથે ચાલશે.
આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠા થઈ, સવારમાં પ્રતિક્ર મણ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય, આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે, ગાવું, નાચવું, પૂજવું, ભણવું વગેરે આ ત્મધ્યાનનાં અંગભૂત છે. કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થયેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એજ પર્યુષણ જાણવું.
પયુંષણ પર્વ કહેવાનું કારણુ-પર્વ એટલે ઉત્સવ કે આનંદના ખાસ દિવસ, આઠ દિવસે પણ ઊત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતાપૂર્વક ઉજવ વાના હેઈ તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધી મુકરર કરેલા છે.
પર્યુષણ પર્વ માટે શ્રાવણ ભાદ્રપદ માસ પસંદ કરવાને હેતુ – પ્રાચીન કાળથી આત્મસ્થિરતા–પયુંષણ-માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળી ને પરમાનંદમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસે નક્કી કરાયેલ છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાન રહસ્વ રહેલું છે. એ નિયમ છે કે આ મસ્થિરતા સંપ્રાપ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષેપ ઉતમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમીપવતી સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ ક. રતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની ઋતુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મને મય ચક્રનું થડી તરફ ખેં ચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આત્મધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણુતાને લીધે લેહી ઉ. કળવાથી રવાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ આત્મધ્યાનમાં મનની-વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલના સમભાવમાં કાલ હોય તે તે ચગ્ય ગણાય. આષાઢ મહિનાથી ચોમાસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે, ઠંડી અને ઉષ્ણતાનું સમ પ્રમાણ થવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને