________________
*
* *
* *
* * * * * * *
અભિપ્રાય માને એક
પરમ દયાળુ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી
મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજૂનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનંતી કે-આપ કૃપાછુના પ્રાસાદ રૂપે આ અલ્પ પ્રાણીના ઉદ્ધાર જેવા આરંભેલ પુસ્તક 'સાહિત્ય સંગ્રહ) નાં પાચ ફોરમ દષ્ટિગોચર થતાં અતી આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતીશયતી યાને ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શકતી અનુસાર એજ વિનંતી છે કે આ ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉ. 'પરાંત સમજ મનન કરી વર્તે તે મોક્ષદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભારી છું અને ખરેખર સાધુ ભુષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું:
તા. ૨૭–૨-૧૫ મુ. ભાણવડ
લી. સે. અરજુનસિંહજી વીજયસિહજી