________________
૪૮૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કરનારે પણ વખતે, કોઈ પણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે.
શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાથકને રવતવિયારનું સ્કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સત્ય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગતને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાં જ પૂર્ણ કરે છે, એટલે કે કેવળ અંધ પર પરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર્વ આવ્યાં છે માટે લેકની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમણદિ કરવાં અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ પર્યુષણ પર્વની સમાપ્તિ થઈ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે. જે કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છેતથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મ પ્રવૃત્તિના પુણ્ય પ્રતાપથી આગળ વધી શકશે એ વાત સાચી છે. અંદગીને ભરોસો નહિ હોવાથી પરમ શાન્તિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી પ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે આગળ ઉપર સમજાશે. એકડા પછી બગડે હાય, આ વાત સાચી છે પણ તેથી વિલંબ તે કરે નહિ જોઈએ. ગરમ જેવા મહાપુરૂષને પણ શ્રી વીતરાગદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે,
"कुसग्गे जइ ओस बिंदुए थोवं चिटइ लंबमाणए ।
एवं मण्डणाय जीवियं समयं गोयम मा पमायए"॥ દર્ભને અગ્રે જેમ જલબિંદુ અલપકાળ રહી ખસી પડે છે, તેમ મનુષ્યનું આ યુષ્ય અસ્થિર છે માટે હે ગૌતમ (આત્મજ્ઞાન મેળવવામાં) ક્ષણ પણ પ્રમાદ કરે નહિ. મતલબ કે અપ્રમત્ત થવું, અથૉત્ આત્મધ્યાનની સુરતા તુટવા દેવી જ નહિ. ભાવાર્થ એ છે કે આત્મવિશ્વાન દ્વારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધ પરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણે ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ કિંત પરાશ્રયે ચાલતે જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયડાંગજીમાં ઊપદેશવું પડ્યું છે કે
अंधो अंधपहं णितो दूर मद्धालु गच्छइ ।
आवजे उपहं जंतुं अडवा पंथाणुगामिण ॥ જેમ કોઈ અંધ બીજા અને દૂર લઈ જાય તે પણ તે અંધ ઉન્માર્ગે પડે અથત અન્ય માર્ગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે પોતે અને બીજા