________________
પર..
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રશ્ન-જીવને જાણવાની શકિત કેટલી છે? તે કયાં સુધી જાણવા સમર્થ છે?
ઉત્તર–હે ભવ્ય! તે પિતાનાજ ધન સુખ દુઃખથી પ્રારંભીને સચેતન, રૂપી, અરૂપી, સૂક્ષમ, બાદર એવા સર્વ દ્રવ્યને-વિશ્વ વ્યાપી રેય રાશિ તમામને “ દ્રવ્યથી” જાણવા સમર્થ છે. “ક્ષેત્રથી” સર્વ લેક અલેકમાં રહેલા પદાર્થોનાં ભાવેને કાળથી અતીત કાળે થઈ ગયેલા સર્વ ભાવને, વર્તમાનમાં વર્તતા ત્રિભુવન વતી સર્વ ભાવને, તેમજ “ભાવથી” રૂપી, અરૂપી, જડ, ચેતન સર્વ વસ્તુના ગુણ પર્યાય-ઉત્પાદ, વ્યય, સ્થિતિ, વર્તનાદિક સર્વને જાણવાને સર્વજીની ચેતના શકિતવાળી છે.
પ્રશ્ન–એ એટલી મહા જ્ઞાનશક્તિ સદા ચેતનમાં વિદ્યમાન છે તે તે ચેતના આપે કહ્યા પ્રમાણે સર્વદા કેમ જાણતી નથી?
'' ઉત્તર–હે ભવ્ય ! ચેતનાની એ પ્રકારની જ્ઞાન શકિતને જ્ઞાનાવરણીય કર્મો સર્વ આવરી લીધી છે માત્ર કેવળ જ્ઞાની શિવાય સવ સંસારી છઘસ્થ જીવેને સં. પૂર્ણ ચેતનાને અનંત અંશ જ પ્રગટ છે, તેથી છઘને સર્વ 3ય ભાવેને આ નતમે ભાગજ જાણવામાં આવે છે. આમ હવાથી ચેતના સર્વદા સરય રાશિને જાણતી નથી.
પ્રશ્ન–એ રૂપી ગુણ છે કે અરૂપી ગુણ છે? ઉત્તર–અરૂપી ગુણ છે.
પ્રશ્ન–હે મહારાજ! આપ આત્માની વાતે જીવને લાગુ કરે છે અને જીવની આત્માને લાગુ કરો છે એમ કેમ કરે છે?
ઉત્તર–હે ભવ્ય! આત્મા, ચેતન, જીવ, પ્રાણ ઈત્યાદિક સર્વ એક વસ્તુના જ પર્યાયી નામ છે. વસ્તુ જુદી જુદી નથી; નામ જુદાં છે. જેમ સુવર્ણ, હેમ, હાટક, ચામીકર, કનક, કાંચનાદિક નામ જુદાં છે પણ વસ્તુ તે એક સુવર્ણ જ છે. તે માટે આત્મા ને જીવ બન્ને એક જ વસ્તુ છે. નામ જુદાં કહેવાથી ભુલાવે ખાવાને નથી.
આ પ્રમાણે જીવનું સ્વરૂપ સમજાવતાં આ આત્મસિદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.