________________
પરિચ્છેદ. આત્મસિદ્ધિ-અધિકાર
પાટ જીવ અને આત્માનું અભેદપણું, * પ્રશ્ન–હે મહારાજ ! આત્મા શી વસ્તુ છે?
ઉત્તર– હે ભવ્ય! જે ચેતનવંત પદાર્થ છે, તેજ આત્મવસ્તુ છે. આત્મા શિવાય જે મન વચન કાયાદિક તે સર્વ અચેતન છે. •
પ્રશ્નને ચેતના શી વસ્તુ છે કે જેથી તમે ચેતનાનંત આત્મા જણાવે છે?
ઉત્તર–સર્વ કાળે નિરંતર જે જીવને “જાણવાપણું છે તે ચેતના છે, તે જાણવાપણું સર્વ જીવેને બે પ્રકારે વર્તે છે. ૧ સામાન્ય અને વિશેષ. સામાન્ય જાણપણું તે “અવ્યક્ત ચેતના” જેમ સાધારણ નિદ્રાવશ મનુષ્ય ડાંસ, મચ્છર, માંકડ, પ્રમુખના ચટકાની પીડા અને પ્રહાર, મૂછિત જેમ દંદડિકના પ્રહારની પીડાને જાણે છે તેમ અવ્યક્તપણે જાણે છે, એટલે કે તે સુખ–મૂછિતને તે વખતે પિતાને થતી પીડાની પૂરી ગમ પડતી નથી, તે પ્રમાણે અવ્યકતપણે જાણવું તે સામાન્ય ચેતના, તે સૂક્ષમ વિંગેટીયાઓથી લઈને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી વિગેરે પંચેંદ્રિય પર્યત સર્વ જીવમાં વતી રહી છે, તેનાથી વિશેષ જે પ્રગટપણે ભેદપૂર્વક જાણપણું જાગ તા અને સાવધાન માણસને ઘટાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે, તેની જેમ જે થાય તે “વ્યક્ત ચેતના” સ્પષ્ટ જ્ઞાન જાણવું. તે પણ સર્વ જીવોને તીવ્ર, મંદ, મંદતરપણે નિરંતર હોય છે..
પ્રશ્ન—આપે ચેતનાને અર્થ “સર્વકાળે નિરંતર જાણવાપણું ” એ કર્યો છે, પરંતુ સર્વ કાળે નિરંતર જાણનાર છો તે જણતા નથી માટે તે નિરંતર પણું કેવી રીતે સમજવું?
ઉત્તર–હે ભદ્રા તેનું નિરંતરપણું કાળ ભેદ થતા વ્યક્ત તથા અવ્યક્ત ઉભય જ્ઞાન સ્વભાવથી નિપજે છે. જે કાળે વ્યક્ત જ્ઞાન હોય તે કાળે “હું જાણું છું” એમ જાણે અને જે કાળે અવ્યકત જ્ઞાન વર્તે તે કાળે “હું જાણું છું એમ જાણતા નથી તે પણ તે વખતે અવ્યકતરૂપ જાણે છે. જેમ નિદ્રાવશ મનુષ્ય જ્યાં માકડ કરડે ત્યાં હાથ ફેરવે છે તે જે પ્રકારે જાણે છે તે પ્રકારે જાગૃતાવસ્થામાં પણું શૂન્યપણે અવ્યક્ત બેધને વખતે જાણે છે, એ બે પ્રકારનું જાણપણું જુદે જુદે કાળે રહે છે તેથી જીવ નિરંતર ( સદા) જાણે છે.
પ્રશ્ન—એવા જ્ઞાનથી શું જાણે?
ઉત્તર–જે જેને પશમ થયેલ હોય તે પ્રમાણે પિતાના સુખ દુઃખાદિક અંતરંગ ભાવે અને ઘટ પટાદિક બહારના ભાવેને જાણે
જ તcવવાતી.