________________
પરિસદ આત્મસિદ્ધિ-અધિકાર
૫૧૭ પ્રાપ્ત ન હતા, તેવા પ્રાપ્ત થવાથી તેને “અપૂર્વકરણ” કહે છે. એ અપૂર્વકરણની પ્રાપ્તિ થવાથી જીવ તેના વડે ગ્રથિને ભેદ કરે. “ગ્રંથિ તે અતિ નિવિડ ઘન કઠિન દુભેળ મોક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના મહા રાગ દ્વેષને અજ્ઞાનરૂપ પરિણામ જાણવા. તેને ભેદ પ્રથમ કઈ કાળે કર્યો નથી. માર્ગાનુસારી જીવ અપૂર્વ કર ગુરૂપ તીવ્ર પરિણામની ધારાવડે ભેદ-વિદારે. .
સંસારમાંથી મુકત થવાને તથા મેક્ષ પદવીની પ્રાપ્તિ માટે ઉપાય બતાવતાં આ આત્મભવ્યતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
आत्मसिद्धि-अधिकार,
આત્મશક્તિની ઓળખ થવા સાથે તેને પવિત્ર ભાવનાઓના સંસગે સ્પર્શ થી અનુક્રમે આત્માનું સ્થાન (સિદ્ધિ) આત્મા વયમેવ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આત્માને મૂળ સ્વભાવ તે પવિત્ર અને તેજોમય છે પરંતુ તેના ઉપર અનેક પ્રકારના આચ્છાદન છવાઈ જવાથી આપણને તેના મૂળ સ્વરૂપ જાણવામાં મુશ્કેલી નડે છે પરંતુ જ્યારે આપણે પૂર્વ લઈ ગયા તેમ આત્માની નિર્મળતા વધતી જવાથી અંતે આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવા આ અધિકાર આરભ કરવામાં આવે છે.
દેહમાં રહેલો આત્મા. . .
મનુષ્ય-( ૧-૨ ) पाषाणेषु यथा हेम दुग्धमध्ये यथा घृतम् ।।
तिलमध्ये यथा तैलं देहमध्ये तथा शिवं ॥१॥ જેમ પાષાણની અંદર સુવર્ણ રહેલું છે, જેમ દૂધની અંદર ઘી રહેલું છે અને જેમ તિલની અંદર તૈલ રહેલું છે, તેમ દેહની અંદર આત્મા રહેલો છે. ૧
આંગોપાંગમાં આત્મશકિતને વિસ્તાર काष्ठमध्ये यथा वह्निः शक्तिरूपेण तिष्ठति ।
अयमात्मा शरीरेषु यो जानाति स पण्डितः ।। - જેમ કષ્ટમાં શકિતરૂપે અગ્નિ રહે છે, તેમ આ આત્મા શરીરની અંદર રહેલ છે. આ પ્રમાણે જે જાણે છે તે પંડિત કહેવાય છે. ૨