________________
પરિચ્છેદ
ઉપસંહાર,
૫૧.
A
उपसंहार.
- આ સર્વ કહીને સિદ્ધ કરવાનું એજ છે કે વિચારનાં આદેલને અત્યંત સૂક્ષ્મ તથા અત્યંત વેગવાળાં હોવાથી સમગ્ર દશ્ય પ્રપંચ ઉપર તે સામ્રાજ્ય ભેગવે છે. પહાડ જેવું જણાતું શરીર, હૃદયને ભારે ધક્કો લાગે એ વિચાર એક ક્ષણવાર ઉઠતાં શબ થઈ પૃથ્વી પર પડે છે, એ બનાવ વિચારનાં આંદોલનનું સામર્થ્ય સૂચવે છે. મહાશકથી એક રાત્રિમાં યુવાન મનુષ્યના શરીરમાં ફેરફાર થઈ પ્રાતઃકાળે તેના કેશ વેત થઈ તે યુવાનને વૃદ્ધ થઈ જાય છે, એ પ્રસંગ વિચારનાં આંદોલનનું વિલક્ષણ બળ સૂચવે છે. મૃત્યુની પથારીએ પડેલા મનુષ્યને વ્યાધી એક ક્ષણમાં નિવૃત્ત થઈ, તેનામાં વિલક્ષણ બળ જણાવાનાં ઉદાહરણે વિચારનાં આંદોલનનું જડ ઉપર કેટલું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરે છે. શ્રાપ તથા વર વગેરે સફળ થવા માં આ વિચારનાં આંદેલને જ હેતુ છે. સ્વ૫માં વિચારનાં અદેલને સર્વ કરવાને સમર્થ થાય છે.
વિચારમાં સર્વ કાર્યોને સિદ્ધ કરનાર અદલનને પ્રકટાવવાનું બળ ચિતિશ. ક્તિને સામર્થ્ય વડેજ ઉત્પન્ન થઈ તે વિચાર કઈ પણ કાર્ય કરવા સમર્થ થાય છે. ચિતિશક્તિરૂપ અખૂટ ભંડારમાંથી વિચાર, ઈચ્છાનુકુળ સામર્થ્યને પ્રાપ્ત કરી આ જગત્માં ઈચ્છાનુકૂળ કાર્યોને સાધે છે. મનુષ્ય જે પ્રકારનો વિચાર સેવે છે તે પ્રકાર નું બળ ચિતિશક્તિમાંથી તેને પ્રાપ્ત થઈ તે વિચારાનુસાર ફળને તે પ્રત્યક્ષ કરે છે. તમે ચિંતાના વિચાર સેઅલ્પ સમયમાં તમને જ્યાં ત્યાંથી ચિંતાનાં જ કારણે ઉભાં થયેલાં જાશે; કારણ વિચારનાં આંદેલને પ્રકૃતિ પ્રદેશમાં વહીને તમારા વિચ ૨ પ્રમાણે જ તમને ફળ દેખાડે છે. તમે ભયના વિચારને સેવા કરે-અ૫ સાર તમને તમારું માગેલું મળશે જ. હું એક મહિનામાં મરી જઈશ, એવું તમે દઢપણે માન્યા કરે-મહિને પૂરો થતાં તમે અવશ્ય મૃત્યુને પામવાના જ. વિચારનાં આંદેલનું સામર્થ્ય, મનુષ્યો જાણે છે તેના કરતાં અત્યન્ત મોટું છે.
દીપક ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળો પ્રકાશ અવે તેમાં દીપકનો દોષ છે ? અથવા તેના ઉપર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ ન આવે તેમાં દીપકને અપરાધ છે? કાળી હાંડીમાં દીપક મૂકે, તમને કાળે પ્રકાશ મળશે; લીલીમાં મૂકો, લીલો મળશે, અને ઘડામાં મૂધ, તમે અંધારા માં રહેશે. દીપકને શુદ્ધ પ્રકાશ જોઈતા હોય તે તેના ઉપર સ્વચ્છ પારદર્શક આચ્છાદન મૂકે. તેને પ્રકાશ આવી શકે તેવું આચ્છાદન મૂકે, અથવા કેવળ દીપકને જ લાભ જેતે હોય તે આચ્છાદન માત્ર દુર કરો.
@ અધ્યાત્મલ પિષક ગ્રંથમાલા પ્રથમ અક્ષ- .