________________
પરિચછેદ
આત્મસના અધિકાર.
૫૯૭
થાર્થ જિનવાણીરૂપ અમૃત પાન કરીને, અનાદિ વિભાવવિશ્વ વામીને પિતાનું તત્વ સંભારી, સવાર વિવેચનકારી થઈને પિતાનું જ સહજાનંદ પદ તેને પ્રાપ્ત કર, એડીજ તારું કાર્ય છે. તું તનુ ઉપાદાન કારણ શક્તિવંત છે, તેને લેવાવાલે છે, તું તારી ગુણ સંપદા તારે પ્રદેશે પ્રગટ કરવારૂપ દાન સંપ્રદાની છે, માટે હે ચેતના એ અનાદિ અશુદ્ધ પરિણામને તુંહીજ ત્યાગ કરીશ; અને તારી સત્તાને આધાર પણ તુંહીજ છે, માટે તુંહીજ તારા તત્વને કર, તાહરૂં તત્વ તું નીપજાવીશ; એમ પિતે પિતાના આત્માને કહિને સાધકપણે આદરવું, તે આદરતાં કારક સમરથી અનુક્રમે આત્માનું સ્વીકાર્ય નીપજે પછી એહીજ આત્મા સિદ્ધ થાય, માટે એહીજ સાધનને માર્ગ છે, સાધન કીધેથી કાર્યની સિદ્ધિ થાય, એ ક્રમ છે.
સામર્ચોદધિ. * સર્વ સામર્થ્ય મહાસાગરરૂપ પરમાત્મા છે, માટે જે તમારે સામર્થ્ય પ્રાપ્તિ કરવી હોય તે પરમાત્માભિમુખ થવું. તૃષા નિવારવાની ઈચ્છા રાખનાર વે. રાનમાં જશે કે જળાશય તરફ જશે? જે તેને તૃષા લાગી જ હશે અને જળની જરૂર હશે તે તે વેરાનમાં નહિજ જાય પણ જળાશય તરફ જશે. જે તમારે સામર્થ્યની ઈચ્છા હેય, સામર્થ્યને મેળવવું હોય તે તમે પરમાત્માભિમુખ જે પરમાત્માભિમુખ થવાથીજ તમારામાં સામર્થની પ્રાપ્તિ થશે.
મુંબઈથી પુના જવા ઈચ્છમાર મનુષ્ય ગુજરાત મેલમાં બેસી અમદાવાદ તરફ જવાને? પુના જવાને માટે તેણે તરફ જતી ગાડીમાં બેસવું જોઈએ, તેવી જ રીતે આપણે જે વસ્તુને મેળવી જોઈતી હોય તે વસ્તુ મેળવવાને માટે તે વસ્તુ જ્યાં હોય ત્યાં જવું જોઈએ. - સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. અંધકાર કરવાનું કામ સૂર્યનું નથી તે સદા તેજોમય છે. અંધકાર એવું કશું જ સૂયમાં નથી. તેવી જ રીતે પરમાત્મા સુખમય છે, તેમનામાં દુઃખને કેવળ અભાવ છે. જે સૂર્ય નારાયણ છે. પૂજા કરનારને તેમજ તેમના સામે ધુળ નાંખરને, તમામને અધિક ચૂત નહિ પણ સરખાજ પ્રકારે પ્રકાશને આપે તેવીજ રીતે પરમાત્મા સર્વ પ્રાણી માત્રને સુખનાજ કારણ છે.
ત્યારે કેટલાક મનુષ્યને દુઃખી થતા જોવામાં આવે છે તેનું કારણ શું ! તે એજ કે તે મનુષ્યો પિતે પિતાની મેળે દુઃખને પ્રાપ્ત કરે છે જેમ સૂર્યને સ્વભાવ પ્રાણી માત્રને પ્રકાશ આપવાનું છે છતાં કેટલાક મનુ સૂર્યનાં કિરણેને પિતાના ઉપર પ્રકાશ આપતાં અટકાવવાની ખાતર કેઈ બંધ મકાનમાં બેસી રહે અને બ. હાર સૂર્યના પ્રકાશમાં ન પ્રવેશ કરે છે તેમાં સૂર્યને વાંક કે પેલા મનુષ્યને? અ.
* ભાગ્યોદય અંક ૮ મા સને ૧૯૧૩ અકબર.