________________
વનમાં
વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ. ઈએ. બાકી તે મેરૂ પર્વત જેટલાં એવા મુહુપત્તિ કર્યો તેમાં પણ કાંઈ આત્માનું વળ્યું નથી. ૨-૩ +
તારા કયા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न कापि सिद्धर्न च तेऽतिशायि, मुने क्रियायोगतपःश्रुतादि । तथाप्यहङ्कारकर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ॥ ४॥
હે મુને ! તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ કે નથી ઉચા પ્રકારનાં ક્યિા, ગિ તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદર્શન પામે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ! તું નકામે પરિતાપ શા માટે કરે છે?
ભાવાર્થ—અણિમા વિગેરે આકસિદ્ધિ૧, તારામાં હોય અથવા ઉંચા પ્રકારની આતાપના લેવા રૂપ કે ઘેર પરીષહ ઉપસર્ગાદિ સહેવારૂપ કિયા હોય કે ગવહનમક
+ ૨ થી ૨૭ અધ્યાકલ્પ કુમ. ૧ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે – ૧૧ અણિમા સિદ્ધિ. એથી શરીર એટલું સૂક્ષ્મ કરી શકાય છે કે જેમ સાયના કાણામાંથી દરે
ચાલ્યો જાય છે તેમ તેટલી જગામાંથી પિતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ. અણિમા સિદ્ધિથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરૂ પર્વત પણ તેના
શરીર આગળ જાનું પ્રમાણ થાય. ૩ લધિમા સિદ્ધિ. પવનથી પણ વધારે હલકા (તેલમાં) થઈ જાય છે. ૪ ગરિમા સિદ્ધિ. વજથી અત્યંત ભારે થઈ જાય. એ ભાર એટલો બધે થાય કે ઇંદ્રાદિક
૫ણુ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. શરીરની એટલી બધી ઉંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહ્યા છતાં અંગુ
લિના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચ અને ગ્રહાદિકને સ્પશે. (વૈક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્ય શક્તિ. પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ. ચક્રવર્તી અને ઇંદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિવાનું થાય. ૮ વશિત્વ. સિંહાદિ ક્રૂર જંતુઓ પણ વશ થઈ જાય–આદિશ્વર ચરિત્ર સર્ગ ૧ લો ૮૫-૮૫૦
8 ગવહન–સૂત્રે સાધુથી વાંચી શકાય, અમુક વર્ષના દીક્ષા પર્યાય પછી વાંચી શકાય અને યોગવહનની ક્રિયા કર્યા પછી વાંચી શકાય. આ ત્રણે બાબત બહુ ઉપયોગી છે પણ તેના હેતુ સંબંધી વિશેષ વિવેચન કરવાનું અત્ર સ્થળ નથી, પરંતુ શાસ્ત્રના ઉપયોગી રહસ્ય ઉપર એ હકીક્ત બંધાયેલી છે. શ્રાવક આરંભમાં રકત હોય ત્યાં રહસ્યની વાત જાણવામાં આવતાં અપવાદ સેવી જાય. સાધુ પણ અમુક દીક્ષા પર્યાય પછીજ અપવાદ માગે ગ્રહણ કરી શકે, કારણ કે સંયમમાં અમુક વખત સુધી રમણતાથી અને વહન કરવાથી મન વચન કાયાપર યોગ્ય અંકુશ આવે એ યોગવહનના સામાન્ય હેતુ છે.