________________
પરિદ
સંધભક્તિ-અધિકાર. કઈ પદાથ નથી, જેને (સંઘને) વીર્થકર પણ “નમોનિધ્ય” એમ કહી નમસ્કાર કરે છે, જે સંઘથી સત્પરૂષનુ પણું કલ્યાણ થાય છે જેને મહિમા સર્વોત્કૃષ્ટ છે, જે સંઘમાં અખૂટ ગુણે રહેલા છે, તે સંઘની અવશ્ય પૂજા કરવી. ૪
સંધસેવાથી સ્વર્ગસિદ્ધિ. लक्ष्मीस्तस्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिङ्गति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वाश्रीस्तं परिरन्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते
यस्सडङ्गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ ५ ॥ જે મુમુક્ષુ પુરૂષ, સર્વ ગુણનું સ્થાનકરૂપ (સર્વ ગુણથી યુક્ત) સંઘને સેવે છે તેને લક્ષમી પિતાની મેળે વેગથી પ્રાપ્ત થાય છે, કીર્તિ આલિંગન કરે છે, નેહ તેની સેવા કરે છે, બુદ્ધિ તે પુરૂષને મેળવવાને ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, વર્ગની લક્ષમી તેને ભેટવાની ઈચ્છા કરે છે, એટલું જ નહિ પણ મુકિત તે તે પુરૂષને વાર વાર જોયા કરે છે. અર્થાત્ સંઘ સેવાથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે. ૫
यद्भक्तेः फलमईदादिपदवीमुख्यङ्कषेः सस्यवत् । चक्रित्वं त्रिदशेन्द्रतादिवणवत् प्रासङ्गिक गोयते । शक्तिं यन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः
सङ्घ सोऽघहरः पुनातु चरणन्यासैस्सतां मन्दिरम् ॥ ६ ॥ સંઘની ભકિતથી તીર્થંકર પદની પ્રાપ્તિનું ફળ મળે છે તીર્થકર થયા પહેલાં જે ચક્રવર્તી રાજા કે ઈંદ્ર થાય છે તે પ્રાસંગિક ફળ કહેવાય છે, કારણ કે ખેડૂત જેમ ખેડથી ઉત્તમ પ્રકારને પાક (ડુંડા વિગેરે) મેળવે છે એ મુખ્ય ફળ કહેવાય, ને ઘાસચાર વિગેરે ફળને જે લાભ પ્રાપ્ત કરે છે તે પ્રાસંગિક ફળ કહેવાય, સંઘની મહત્તાનું વર્ણન કરવામાં બૃહસ્પતિની વાણી પણ સમર્થ નથી. માટે સર્વ પાપને હરનાર તે સંઘ પુરૂષના મંદિરને પિતાના ચરણ સ્થાપવાથી પવિત્ર કરે.
સારાંશ-સંઘ સેવાથી મનુષ્ય ચકવતી રાજા થાય કે ઈંદ્ર થાય એ આશ્ચર્ય નથી કારણ કે તે મનુષ્ય તે તીર્થંકર પદને લાયક ગણાય છે. વળી સંઘનું માહામ્ય એટલું બધું છે કે બહસ્પતિ જેવા સમર્થ વક્તા પણ જેનું વર્ણન કરી શક્તા નથી ત્યારે બીજા તે કયાંથી વર્ણન કરી શકે? ૬
સંઘ સેવાને ફલિતાર્થ. पूतं धाम निज कुलं विमलितं जातिः समुद्योतिता छिन्नं दुर्गतिदाम नाम लिखितं शीतयुतेर्मण्डले ।।