________________
૩૨૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
વક પ્રકૃતિનું સ્વરૂપ.
वसन्तलिमका. धत्तूरकन्टक फलप्रतिरोधबुध्या, वैरं तथैव कुरुषे पनसेन सार्द्धम् । सन्तो हसन्ति न भजन्ति च चेतसा त्वां, भ्रान्ता भवन्ति पुरुषास्तसेवनेन ॥२॥
હે ધતૂરાના કાંટા? તને જે ફળ ઉત્પન્ન થતાં નથી તેમાં ફણસને દેષ નથી કે તું ફણસની સાથે મિથ્યા વેર કરે છે. કારણ કે ડાહ્યા પુરૂષે પ્રીતિથી તારી સેવા કરતા નથી, એટલું જ નહીં પણ તારી ઉલટી મશ્કરી કરે છે, કારણ કે તારૂં સેવન કરવાથી મનુષ્ય ગાંડા થાય છે. ૨
વકભાષિનું દ્રષ્ટાંત. | મુંદ્રામાં એક આડખાં કરીને મિઆં હતું, તેને એવી તે વિચિત્ર ટેવ હતી કે કોઈ પૂછે તે તેને જવાબ સીધી રીતે સામા માણસને આપે નહી. મિઆના લભની વાત પૂછવામાં આવે તેને પણ એજ જવાબ આપે, તે બીજી વાતને આડે જવાબ આપે એમાં નવાઈ શેની? તેથી બનતાં સુધી તેને કઈ બોલાવતું નહીં.
એક દિવસ ધીરજરામ તથા સૂર્યરામ કરીને બે પંડિત મિત્રોને પરસ્પર વાદ થયે, તેમાં ધીરજરામ કહે કે જે આપણે ભલાઈ ને નરમાશથી વર્તીએ તે સે માણસો આપણી જોડે તેમજ તે તે બાબતમાં જે માણસ બીજા માણસોને વાંક કાઢે છે તે તેમની ભૂલ છે. સામે માણસ આડો ચાલે તેનું કારણ આપણેજ આપણું તરફથી આપેલું હોવું જોઈએ એ ન્યાયશાસ્ત્રને ખાસ નિયમ છે.”
- બીજા પંડિત સૂર્યરામે કહ્યું કે “આપ કહે છે તે નિયમ છે ખરો, પણ એ સર્વેને લાગુ પડે તેમ નથી. કેટલાક માણસેના સ્વભાવજ એવા હેય છે કે ભલાઈ ને નરમાશથી તેના સાથે વર્તીએ તે પણ તે તે સામને સામે થયા કરે છે.
કહેવાય છે કે
બાર ગાઉએ બોલી બદલે, તરૂવર બદલે શાખા બુઢાપણામાં કેશ બદલે (પણ) લખણું ન બદલે લાખા,
આ રીત ધીરજરામને ગમી નહીં. તેથી એનું સમાધાન કરવા બંને એક જગેએ બેઠા, ત્યાં આગળ આડેમાં મીયાં નીકળે. તેની સાથે પોતાને છોકરો આંગળીએ વળગેલે હતે. મિને જોઈએ સૂર્યરામે વાતચીત કરવા માંડી.
સૂર્યરામ–જમાદાર સાહેબ સલામ છે સલામ?
મિયાં–(સામું જોઈને મનમાં) સલામવાલા કેનહય? (મેટેથી) બોલ 'કયા, કામ હે કુછ !
* કેતકમાળા.