________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ કાર કરવાવાળા) તેને મહાભાર લાગે છે તેમ વિશ્વાસઘાત કરનારા મનુષ્યને અને તિભાર લાગે છે. ૨
દુષ્ટને કરેલો ઉપકાર અપકારજ થાય છે. उपकारोऽपि नीचानामपकारो हि जायते ।
पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥३॥ - જેમ સપને દૂધ પીવરાવવું તે કેવળ વિષની વૃદ્ધિ કરનારું છે. તેમાં ખળ પુરૂ ને કરેલ ઉપકાર (ઉલટે) અપકાર રૂપે (હરૂપે) ગણાય છે. ૩
કેશ તથા કુપુરૂષો વકતા છોડતા નથી. अलकाश्च खलाश्चैव मूर्धभिः सुजनैधृताः ।
उपर्युपरि संस्कारेऽप्याविष्कुर्वन्ति वक्रताम् ॥४॥ કેશ તથા ખલ પુરૂષોને સુજન લેકે પોતાના માથા ઉપર ધારણ કરે છે, અને તેઓને ઉપરા ઉપર સંસ્કાર કર્યા કરે છે તે પણ તે (કેશ તથા ખલ પુરૂષ) પિતાની વકતા (વાંકાપણું) ક્ષણે ક્ષણે પ્રકટ કરે છે. કે
ખળને અહિત કરવાની પ્રથા खलानां धनुषां चापि सदशजनुषामपि । . .
गुणलाभो भवेदाशु, परहद्भेदकारकः ॥५॥ ધનુષ જેમ સારા વંશ (વાંસડા) માંથી ઉત્પન્ન થયેલ છે તેમ નીચ પુરૂષ ઉત્તમ વશમાં જન્મેલા હોય તે પણ તેને જે ગુણની (યનુષ પક્ષે ગુણ-દેરીપ્રત્યંચાની ) પ્રાપ્તિ થઈ હોય તે તે ગુણ-લાભ તુર્ત બીજાના હૃદયને ભેદનાર થાય છે. માટે દુર્જનમાં રહેલ ગુણ કશા કામને નથી. પણ ઉલટ દુઃખ. પ્રદ થાય છે. ૫
કત્રિમ નમ્રતાનું અનિષ્ટ છેવટ, स्वभावकठिनस्यास्य, कृत्रिमाम्बिम्रतो नतिं ।
गुणोऽपि परहिंसाय, चापस्य च खलस्य च ॥६॥ સ્વભાવથી કઠિન, બનાવટી નમ્રતાને ધારણ કરનાર એવા આ ધનુષ તથા ખળ પુરૂષને ગુણ (ધનુષ પક્ષે પ્રત્યંચા) પણ બીજાની હીંસા માટે છે. ૬
સુભાષિત રત્નભાંડાગાર.