________________
૪૬૨
વ્યાખ્યાન અહિત્ય સંગ્રહ प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारऽसि धींसख ।
बंधूनिव तथाप्यस्मान, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥ १ ॥ ભાવાર્થ-હે મંત્રીશ્વર ! આ તીર્થને ઉદ્ધાર કરવામાં તમે એકલા સમર્થ છે, તે પણ આ પુણ્યમાં બંધની જેમ અમને પણ એડવાને તમે એગ્ય છે.”
पित्रादयोऽपि चंच्यते कदापि क्वापि धार्मिकैः। ' ન તુ સામ ધાનિયંત્રગત IT 3 |
ભાવાર્થ....“ધાર્મિક પુરૂષે કોઈ વખત કોઈ પ્રસંગે પિતા વિગેરેને પણ છેતરે છે, પરંતુ ધર્મ સ્નેહરૂપી પાસથી બંધાયેલા હોવાથી સાધર્મિકને કદિ પણ છેતરતા નથી. તેથી અમારૂં ધન પણ આ તીર્થના ઉદ્ધારમાં વાપરીને અમને કૃતાર્થ કરે.”
( આ પ્રમાણે કહીને તે ગૃહસ્થ સુવર્ણાદિ દ્રવ્ય આપવા લાગ્યા, એટલે મંત્રીએ ચેપડામાં તેઓનાં નામ લખવા માંડ્યાં, તે જોઈ ભીમે વિચાર્યું કે “મારી પાસે સાત રૂપીયા છે, પણ જે તીર્થમાં ઉપયોગી થાય તે હું કૃતાર્થ થાઉં, પરંતુ આટલી થોડી રકમ શી રીતે આપી શકાય? ” ભીમ આ પ્રમાણે વિચારે છે તેવામાં મંત્રીએ તેના આકાર ઉપરથી કહ્યું કે “હે સાધર્મિક બંધુ! તમારી પણ ઈચ્છા હોય તે કાંઈક આપ. આ તીર્થના ઉદ્ધાર માં ભાગ લે તે મોટા પુણ્યથીજ બને તેમ છે.” મંત્રીએ આ પ્રમાણે કહેવાથી ભીમે પોતાના સાતે રૂપીઆ આપી દીધા, તે લઈને ઉચિતપણામાં પ્રવીણ મંત્રીએ તેનું નામ સર્વ ગૃહસ્થનાં નામની ઉપર લખ્યું. તે જોઈને ગૃહસ્થાએ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રી બેલ્યા કે “આપણે તે પિતાનું સર્વસ્વ આપ્યું છે, અને તમે તે તમારી પુજીને, શતાંશ પણ આ નથી, માટે તે તમારાથી અધિક છે. તે સાંભળી તે ગૃહસ્થ હર્ષ તથા લજજા પામ્યા.
પછી મંત્રીએ ભીમને પાંચસો રૂપિયા અને ત્રણ પટ્ટકુળ (અ) આપવા માંડયાં. પણ ભીમે એક કેડીના લાભથી કેટી ધન ગુમાવવા જેવું માનીને તે લીધું નહીં અને પોતાને ઘેર ગયો. તેની સ્ત્રી પિશાચણી જેવી હતી, તેથી તેની પાસે વાત કરતાં ભય પામે તે પણ સર્વ વૃત્તાંત ધીરે ધીરે કહ્યું. તે સાંભળીને પુણ્યના ઉદયથી સ્ત્રીએ કહ્યું કે-“ તીર્થના ઉદ્ધામાં ભાગ લીધે તે સારું કર્યું, અને મંત્રી પસેથી કાંઈ લીધું નહી તે તે ઘણું જ સારું કર્યું. પછી તે સ્ત્રી પુરૂષ ગાયને બાંધવા માટે ખીલો નાંખતાં હતાં. ત્યાં પૃથ્વી ખેદતાં તેમાંથી ચાર હજાર સુવર્ણ દ્રવ્યને કળશ મળ્યો તે જોઈ “ અહે! કે પુણ્યને ઉદય છે? આ કળશ પણ પુણ્ય કર્મમાંજ આપીએ તે ઠીક.” એમ વિચારીને પિતાની સ્ત્રીની સંમતિથી કળશ લઈને