________________
પરિચ્છેદ
તીર્થ મહામ્ય અધિકાર.
આ પ્રમાણેનાં રાજા વિગેરેનાં અમૃત તુલ્ય વચન સાંભળીને ઉત્સાહ પામેલા બાહડ તથા અંબડે એક એક અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી બાહડે પિતાના એરમાન ભાઈ અંબડને સેનાપતિનું સ્થાન રાજા પાસે અપાવ્યું, અને પોતે રાજાની આજ્ઞા લઈને રૈવતક [ ગિરનાર | ગયો. ત્યાં અંબિકા દેવીએ જે માર્ગે અક્ષત છાંટયા તે માગે ત્રેસઠલાખ દ્રવ્યને વ્યય કરીને નવાં સુગમ પગથી કરાવ્યાં. પછી ત્યાંથી શત્રુંજયની તલેટીએ જઈને ત્યાં આવાસસ્થાન કરાવી સૈન્ય સહિત પડાવ નાખ્યા અને દેશપરદેશના કારીગરોને લાવ્યા. સૈદ્ધારના સમાચાર સાંભળીને બીજા અને નેક શ્રાવક ગૃહસ્થ પણ ત્યાં આવ્યા. તે વખતે ચટીમાણક નામના ગામને રહીશ ભીમ નામને કુડલીઓ વણિક માત્ર છ રૂપીઆનીજ મુડીવડે ઘી લઈને ત્યાં આવ્યું, તે ઘી બાહડના સૈન્યમાં વેચીને શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપીયાથી અધિક નફે ઉપાર્જન ન કર્યો, પછી એક રૂપીયાનાં પુપે લઈને તે વડે પ્રભુની પૂજા કરી તે સૈન્યમાં આવ્યું. ત્યાં આમ તેમ ફરતાં તેણે અનેક જાથી સેવાતા બાહડ મંત્રીને જોયા. તે વખતે દ્વારપાળે તેને ધક્કા મારીને દૂર કરતા હતા, છતાં આજીજીથી તેણે અંદર પસી જઈને વિચાર કર્યો કે–
अहो मर्त्यतया तोट्यमस्य मेऽपि गुणः पुनः।
द्वयोरप्यंतरं रत्नोपलयोरिव हा कियत् ॥१॥ ભાવાર્થ-“ઓહો! મનુષ્ય જાતિથી તે મારું તથા આ મંત્રીનું તુલ્યપણું છે, પણ ગુણથી તે અમારા બેમાં રન તથા પાષાણની જેમ કેટલું બધું અંતર છે” ભીમવણિક એમ વિચારે છે તેટલામાં દ્વારપાળે ત્યાં આવી ગળે હાથ દઈને તેને કાઢી મૂકવા લાગ્યા તે મંત્રીએ જોયું, એટલે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું. ભીમે ઘી વેચવાથી થયેલા લાભવડે પ્રભુની પૂજા કર્યાનું વૃત્તાંત કહ્યું ત્યારે મંત્રી બોલ્યા કે
धन्यस्त्वं निर्धनोऽप्येवं, यजिनेद्रमपूजयः। .
धर्मबंधुस्त्वमसि मे ततः साधर्मिकत्वतः ॥ १ ॥ ભાવાર્થ–“તને ધન્ય છે, કે તે નિધન છતાં પણ આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરી, તેથી સાધર્મિકપણાથી તું મારે ધર્મબંધુ છે.”
આ પ્રમાણે સર્વ ગૃહસ્થની સમક્ષ તે ભીમની પ્રશંસા કરીને તેને ઘણા આગ્રહથી પિતાના અર્ધ આસન પર બેસાડશે. તે વખતે ભીમને વિચાર થયે કે “ અહે! જિનેશ્વરના ધર્મને મહિમકે છે અને જિનેશ્વરના પૂજાની લીલા પણ કેવી છેમકે જેથી હું દરિદ્ર શિરોમણી છતાં આવું સન્માન પામ્યા.” તે વખતે મોટા લક્ષાધિપતિ ગૃહસ્થોએ મંત્રીને કહ્યું કે–