________________
પરિચ્છેદ સ્યાદ્વાદ-અધિકાર.
૪૭૭ જરૂરનું છે કેમકે તેવા અરસ પરસના પુષ્ટિ આપતા ધર્મ તત્વના એકત્રસેવનથી જ તે વલપ સમયમાં લાભપ્રદ થાય છે. તેથી આવી રીતે ધર્મના મહાન ફરમાને-આજ્ઞાને શિષ વઘ ગણુતાં સ્યાદ્વાર સ્વરૂપના પ્રસંગે જાણવાને આ અધિકારને આરબ કરવામાં આવે છે.
તપ અને શમને સહાગ.
અનુષ્ય' (૧ થી ૧૦) नयतोऽभीप्सितं स्थानं प्राणिनस्तौ तपः शमौ ।
समनिश्चलविस्तारौ पक्षाविव विहङ्गमम् ॥१॥ સમાન અને સ્થિર વિસ્તારવાળી બે પાંખે જેમ પક્ષીને તેના ઈચ્છિત સ્થાનમાં લઈ જાય છે, તેમ સમતા ઉપર સ્થિર વિસ્તારવાળા તે ત૫ અને શમ પ્રાણીઓને ઈચ્છિત સ્થાને લઈ જાય છે. ૧ +
બ્રહ્મચર્યનું માહાભ્ય. युक्तौ धुर्याविवोत्सर्गापवादौ वृषभावुभौ ।
शीलाङ्गरथमारूढं क्षणात्यापयतः शिवम् ॥३॥ - ભાર વહન કરી શકે તેવા ડેલા બલદેની જેમ ઉત્સર્ગ અને અપવાદ શીલાંગ સહસ્ત્ર અંગવાળ બ્રહ્મચર્ય રૂપી રથ ઉપર ચડેલા પ્રાણીને ક્ષણવારમાં મેસે લઈ જાય છે, ૨
નિશ્ચય અને વ્યવહાર ધર્મ. निश्चयव्यवहारौ द्वौ सूर्याचन्द्रमसाविव ।
इहामुत्र दिवारात्रौ सदायोताय जाग्रतः ॥ ३ ॥ આ લેક તથા પરલોકમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને સૂર્ય ચંદ્રની જેમ ઉત-પ્રકાશ આપવાને અનુક્રમે રાત્રિ દિવસે સદા જાગ્રત રહેલા છે. ૩
- મન શુદ્ધિ અને સંયમને વેગ.
अन्तस्तत्वं मनःशुद्धिर्बहिस्तत्वं च संयमः ।
कैवल्यं द्वयसंयोगे तस्माद् द्वितयभाऽभव ॥४॥ મનની શુદ્ધિ રાખવી એ અંતર તત્વ છે અને સંયમ એ બાહેરનું તત્વ છે. તે બને તને સંગ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્ય જીવ, તું તે મનઃશુદ્ધ અને સંયમ બંનેને સેવનારો થા. ૪
૪૧ થી ૧૦ નમસ્કાર મહામ્ય.