________________
૪૫૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નવા પ્રગટે, તેમને વ્યવહાર કમિશઃ પવિત્ર થ જોઈએ, પણ ધારેકે તેમ કરવા તે અસમર્થ નીવડયે તેથી તે જૈનકેટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તદ્દન ભૂલભરેલું છે જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમ અથવા ક્ષયથી થાય છે, શ્રદ્ધા (યથાર્થ શ્રદ્ધા) સમ્યકતવ, સમક્તિ મોહની કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી પ્રકટે છે, અને ત્યાગ વૃત્તિ ચારિત્ર મેહનીય કર્મના પશમ અગર ક્ષયથી પ્રાપ્ત થાય છે, આમ કમો એક બીજા ગુણેને આચ્છાદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે ગુણના પ્રકાશ કરવામાં આવે તે ગુણને અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણભૂત છે. કેઈએ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ કર્યો, તે તેને માત્ર જ્ઞાનજ પ્રાપ્ત થાય છે, પણ સમ્યકcવના અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાન ના નામથી ઓળખાય છે. તે કઈમાં માત્ર શ્રદ્ધા હોઈ શકે, કેઈમાં જ્ઞાન અને શ્રદ્ધા બન્ને હેઈ શકે, અને કઈમાં ચારિત્ર સાથે ચારિત્ર મેહની કર્મને ક્ષોપશમ હોય તે ત્રણે પણ હોઈ શકે; એટલે કે કોઈ પણ જાતને એમાં નિયમ જ્યાં નથી ત્યાં અમુક સ્થિતિ વાળાને જ જૈને કહેવા એમ માની લેવું તે પિતાનું ડહાપણ નહિ તે બીજું શું
સત્ય એવી ચીજ છે, કે જે સર્વને પ્રિયજ હોય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યથી થયા વિના રહેતી નથી. તમે જોઈ શકશે કે નાટકમાં નાટકકારક પાત્રે અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકે અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પોતાની હાજરી આપે છે, તેમાં દરેક ગુણગ્રાહી હેતા નથી, તેમ સફવ. તનવાળા દરેક હેય તે નિયમ હેતે નથી, છતાં પણ જ્યારે સીતા અને રામ. ચંદ્રજીનું નાટક ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઈ, અશોક વાટિકામાં રાખી પોતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણને તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જેઓ રાવણને ધિક્કારવા તૈયાર થઈ જાય છે તેઓના મનમાં સજજડ થઇ જાય છે, ભર્તૃહરિના નાટકમાં પગલા પ્રપંચ કરી ભતું. હરિને છેતરે છે, અને તેનું પિકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષક પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તુહરિ તરફ દયાજનક સ્થિતિએ જેવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકોના મનની સ્થિતિ અનેક નાટ. કેમાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રે તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પિતામાં તેવી નીતિ–પાત્રતા ન હય, છતાં નીતિ સર્વ પ્રિય હેવાથી, અનીતિનાં પાત્રોને પણ નીતિ પ્રિયજ લાગે છે.
આ દષ્ટાંતથી એમ ખાત્રી થાય છે કે લેકમાં અનીતિ, અનાચાર કે અધર્મ તરફ અભાવ છે, વળી આત્માને પણ મૂળ એજ સ્વભાવ છે, કેમકે કંઈપણ ખરાબ વિચાર કરતાં અથવા અગ્ય કાર્ય માટે પ્રવૃત્ત થતાં હદય કરે છે, હાથ પગ ધ્રુજે છે અને જાણે કેઈ ના કહેતું હોય તેમ આઘાત થાય છે. આ સર્વ હકીક્તનો વિચાર કરતાં ધર્મ એકજ શરણ છે. તે બતાવતાં આ ધર્મેધય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- - -