________________
પરિચ્છેદ
તીર્થ માહાભ્ય-અધિકાર
૪૫૭
w
तीर्थ माहात्म्य-अधिकार,
ધર્મમાં ઉદ્યમ કરનારને અવલંબન રૂપ પ્રભુ પ્રતિમા અને તીર્થાટન એ બે મુખ્ય છે, કેમકે આત્માની નિર્મળતા થવા માટે ધમાચરણમાં દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાને તેમના જેવું બીજું એક ઉચ્ચ સ્થાન નથી. ઉપરોક્ત બે આલંબન પૈકી પ્રતિમા પૂજા કહો કે પ્રભુ પૂજા માટે પૂર્વ વિસ્તારથી કહેવાઈ ગયું છે, ત્યારે તીર્થયાત્રાથી શું લાભ છે, અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે, તે દર્શાવવાને અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે. તીર્થ એ પવિત્ર મહા પુરૂષના નિવાસસ્થાન રૂ૫ રહેવાથી અને ત્યાં અનંત પુણ્યાત્માના આગમન થવાથી તે ભૂમિના રજકણે નિમળજ હોય છે જેથી તિર્થયાત્રા કરનારને તેને સ્પષ્ટ થવાથી નિર્મળતા પ્રગટે તે નિઃશકે છે. વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તીર્થયાત્રા એ પ્રાણાયામથી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાને પવિત્ર પ્રયોગ છે. કેમકે પ્રાણાયામમાં જેમ વાયુના રેચકપૂરકને ઉપક્રમ છે તે રીતે તીર્થસ્થળે પ્રાયશ પર્વત ઉપર હેવાથી યાત્રાએ જતાં શ્વાસને પ્રવાહ વધે છે ને તે રીતે અપવિત્ર ઉશ્વાસ નીકળી પવિત્ર રજકણેથી ભરપુરથી શ્વાસ પ્રવેશ કરી મનેભાવનાને નિર્મળ કરે છે. માટે તીર્થયાત્રા મહાગ્ય દર્શાવવા આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
તીર્થયાત્રાથી ફળ શું?
उपजाति. सदा शुभध्यानसुसारलक्ष्मीः फलं चतुर्धा सुकृतानि [च्चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ १॥
નિરંતર શુભ ધ્યાનની પ્રાપ્તિ સારભૂત લક્ષ્મીની વ્યવસ્થા ધર્માદિક ચાર પ્રકારનું ફળ, મેટાં પુણ્ય કાર્યો, તીર્થની ઉન્નતિ (પ્રભાવના) તથા તીર્થકરપદની પ્રાપ્તિ, આટલા ગુણે યાત્રા કરવાથી ઉત્પન્ન થાય છે. ૧
આદરવા ચોગ્ય ચાર કરણી
वंशस्थ. वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया। वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रैः ॥॥ ૫૮