________________
૪
%
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ અંશ ગ્રહી નય કુંવર ઉચા, વસ્તુ તવ તરૂ ભાંજે, સ્યાદ્વાદ અંકુશથી તેહને, આપણે ધીર મુલાજે છે; તેહ નિરંકુશ હેય મતવાલા, ચાલા કરે અનેકેજિ; અંકુશથી દરબારે છાજે, ગાજે ધરિય વિવેકેજિ. ૧૩ નૈયાયિક વૈશેષિક વિચ, નિગમ નય અનુસાર, વેદાંતી સંગ્રહ ન રંગી, કપિલ શિષ્ય વ્યવહારે જી; જજી સૂત્રાદિક નયથી સિાગત, મીમાંસક નયભેલેજી; પૂર્ણ વસ્તુ તે જૈન પ્રમાણે, ષટદર્શન એક મેલેજ. ૧૪ : નિત્ય પક્ષમાં દૂષણ દાખે નય અનિત્ય પક્ષપાતીજી નિયવાદમાંહે જે રાતા, તે અનિત્ય નય ઘાતીજી. માંહમાંહી લડે બે કુંજર, ભાંજે નિજકર તેજી. સ્યાદ્દ વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવતજી. ૧૫ ૪
જ અંશ ગ્રાહી નયરૂપી હાથી એક એક અંશ ગ્રહી ઉન્મત્ત થઈને વસ્તુતત્વરૂપી વૃક્ષને ભાંગી નાંખે છે તેને ધીર પુરૂષ સ્યાદ્વાદરૂપી અંકુશ વડે મર્યાદામાં રાખી શકે છે. જે તે નવરૂપી હાથી નિરંકુશ રહેતો વેદાંતાદિ વાદમાં પ્રવેશ કરીને અનેક પ્રકારના ચાળા કરે છે તેથી તેની પર અંકુશ રાખવાની જરૂર છે. સ્યાદ્વાદરૂપી અંકુશથી તે નવરૂપી હાથી સ્વમર્યાદામાં રહે છે અને તે વિવેક રાખી ને ગાજે છે. એટલે સ્યાદ્વાદરૂપ અંકુશે શિક્ષિત થયેલ તે નય હાથી પદહસ્તી થઈ શ્રી જિનશાસનરૂપ રાજકારમાં આત્મબળે ગર્જના કરે છે. ૧૩
કનૈયાયિક અને વૈશેષિક એ બે દર્શન નિગમનયને અનુસરે છે એટલે તે પૃથક નિત્યાનિત્યાદિ દ્રવ્ય માને છે વેદાંતી સંગ્રહ નયના રંગી છે. એટલે તે શુદ્ધાત્મ દ્રવ્ય માને છે. કપિલ શિષ્ય-કપિલ મતવાળા વ્યવહાર ન ચાલે છે એટલે તે પચવીશ તને માને છે. સંગત-મતવાળા જુસૂ ત્રાદિક નયથી થયેલા છે. એટલે જુસૂત્ર નયને માને છે. સિત્રાંતિક, વૈભાષિક, યુગાચાર અને મા
ધ્યમિક એ અનુક્રમે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયથી થયેલા છે. મીમાંસક ઉપલક્ષણથી વૈયાકરણદિક નય ભૂલે એટલે નયના સાંક્યા મિશ્રણથી થયેલા છે અને પૂર્ણ વસ્તુ એટલે પૂર્ણ નય ભંગ પ્રમાણે વસ્તુ વદર્શન નયે એક મેળવી જૈન પ્રમાણે છે ૧૪
૪ જે અનિત્ય નાના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે, તે નિત્ય પક્ષમાં દૂષણ બતાવે છે, તે અંકુરાદિ જનક અજનકત્વ વગેરેના વિધિથી ક્ષણિક બીજાદિ સ્થાપે છે અને સદશક્ષણને દેષ બતાવી અભેદગ્રહાદિ ઉપવાદન કરે છે, તથા જે નિત્યવાદમાં રાતા છે એટલે નિત્યવાદને માનનાર છે, તે અનિય નયના ઘાતક બની એકાંતે નિત્ય આત્માદિક માને છે, તે બંને હસ્તિ સમાન માંહા માંહી લડે છે અને લડતા થકી પોતાના કર સુંડ તથા દાંત ભાંગે છે, અને જે સ્પાદક સાધક છે, તેઓ તટસ્થ રહી તેમની લડાઈ દેખે છે. સ્યાદાદ સાધક ભગવંત તેમાં પડતા નથી, ઊદાસીન રહે છે. ૧૫