________________
વ્યાખ્યાત સાહિત્યસંગ્રહ
એકાંત પક્ષે અગવડ. नैकचक्रो स्थो याति नैकपक्षो विहङ्गमः ।
नैवमेकान्तमार्गस्थो नरो निर्वाणमृच्छति ॥५॥ - એક ચક્રવાળો રથ ચાલી શકતું નથી. અને એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, તેથી એકાંત માર્ગે વર્તનારે એટલે સ્યાદ્વાદને નહીં માનનારે પુરૂષ નિર્વાણ મોક્ષને પ્રાપ્ત થતું નથી. ૫
સ્યાદ્વાદમાં રહેલ અનેકાંતવાદનું દર્શન. दशकांतनवास्तित्वन्यायादेकान्तमप्यहो ।
अनेकान्तसमुद्रेऽपि प्रलीनं सिन्धुपुरवत् ॥ ६ ॥ જેમ “ દેશની સંખ્યાની અંદર નવની સંખ્યા હોયજ એ ન્યાય વડે એકાંત. વાદ પણ અનેકાંતવાદ-ભ્યાદ્વાદરૂપ સમુદ્રની અંદર નદીના પૂરની જેમ સમાઈ ગયેલ છે. ૬
એકાંતવાદનું સાંકડાપણું एकान्ते तु न लीयन्ते तुच्छेऽनेकान्तसम्पदः ।
न दरिद्ररहे मांति सार्वभौमसमृद्धयः ॥ ७ ॥ જેમ નિર્ધનના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિઓ કદિ પણ સમાતી નથી તેમ તુચ્છ એવા એકાંતવાદની અંદર અનેકાંત સ્યાદ્વાદની સમૃદ્ધિ સમાતી નથી,
એકાંતવાદને સ્યાદ્વાદને છૂપા આશ્રય. एकान्तभासो यः कापि सोऽनेकान्तप्रसत्तिजः।
वर्तितैलादिसामग्री जन्मानं पश्य दीपकम् ॥ ८॥ જેમ દવે વાટ અને તેલ વગેરેની સામગ્રીથીજ બને છે, તેમ જે કઈ કે કાણે એકાંતવાદને આભાસ દેખાય છે, તે અનેકાંતવાદના પ્રસંગથી ઉત્પન્ન થયેલો સમજ, એટલે તે અનેકાંતવાદની સામગ્રી છે, એમ સમજવું ૮
ગુણાવગુણના જોડલાંથી જ્ઞાન પ્રાપ્તિ सत्वासत्वनित्यानित्यधर्माधर्मादयो गुणाः ।
एवं द्वये द्वये श्लिष्टाः सतां सिद्धिमदर्शिनः ॥९॥ સત્વ અને અસત્વ, નિય અને અનિત્ય તથા ધર્મ અને અધર્મ ઈત્યાદિ ગુણે છે એના રડા સાથે મલીનેજ સત્પદાર્થોની સિદ્ધિને દર્શાવનારા થાય છે. ૯