________________
૪૭
૪૦૩
પરિછેદ.
દુર્જનનિન્દા-અધિકાર દુર્જન તથા મચ્છર બેઉ સદશ છે.
वसन्ततिलका. प्राक् पादयोः पतति खादति पृष्ठमांस, कर्णे कलं किमपि रौति नैयिचित्रम् । . छिद्रं निरूप्य सहसा प्रविशत्यशङ्क:
सर्व खलस्य चरितं मशकः करोति ॥ ५ ॥ - મચ્છર દુષ્ટ પુરૂષની માફક પગમાં પડે છે, વાંસાના ભાગમાં માંસમાંથી બટકા કરે છે, કાન પાસે વિચિત્ર પ્રકારને સુંદર શબ્દ કરે છે. અને છિદ્ર જોઈને શંકા રહિત થઈ એકદમ તેમાં પ્રવેશ કરે છે, તેમ ખળ પુરૂષ પણ પ્રથમ પગમાં પડી નમન કરે છે, પાછળથી મારવાના ઉપાયો રચે છે, કાનને પ્રિય લાગે તેવી વિચિત્ર પ્રકારની વાર્તાઓ કહે છે ને પરિણામે છિદ્ર (દેશ) જેઈ નિશંક થઈ તેમાં પ્રવેશ કરે છે. અર્થાત દેશોને જાહેર કરી માન ખંડન કરે છે. ૫
વિષમય દુર્જન.
મનુષ્ક૬ (૧ થી ૫) तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः।
वृश्चिकस्य विषं पुच्छं सङ्गेि दुर्जनो विषम् ॥ १ ॥ સર્પને દાઢમાં, માખીને માથામાં અને વીંછીને પૂછડામાં ઝેર હોય છે, પણ દુષ્ટ પુરૂષના તે સર્વ અંગમાં ઝેર રહેલું છે. ૧
કાંટા કરતાં ખલની દુષ્ટ ક્રિયાની પ્રબળતા मुखेनैकेन विध्यन्ति, पादमेकस्य कण्टकाः
दूरान्मुखसहस्रेण, सर्वपाणहराः खलाः ॥॥ કાંટાએ એકજ મેઢથી મનુષ્યના પગને વીંધી નાખે છે, પરંતુ ખલ પુરૂતે છેટે રહીને હજાર મહેઠેથી સર્વ મનુષ્યના પ્રાણનું હરણ કરી લે છે. ૨
- કવિ વિધાતાની કૃતિમાં વિતર્ક કરે છે. निर्माय खलजिह्वाग्रं, सर्वपाणहरं नृणाम् ।
चकार किं वृथा शस्त्रविषवह्वीन्प्रजापतिः ॥ ३ ॥ ક ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર.