________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
થઇ
wwww
आदरं लभते लोके न कापि धनवर्जितः।
कान्तिहीनो यथा चन्द्रो वासरे न लभेत् प्रथां ॥१॥ મતલબ કે જેમ દિવસે કાંતિ વિનાને ચંદ્ર અનાદર પામે છે તેમ ધન વિના ને દુનિયામાં સર્વત્ર અનાદર પામે છે અને એ રીતે કુલ, શીલ, આચાર, વિદ્યા, ઇયિનું પરુત્વ, એ સર્વ ધન વિના નિરર્થક જાણવાં. તે હવે હે વત્સ! આજથી તારે આવક માફક ઉચિત ખર્ચ કરે, ને સંગ્રહ કરે, જે માટે રાજ્યને યોગ્ય તું છે, અને રાજય પણ જે ભંડારમાં દ્રવ્ય સબળ હશે તેજ ચાલશે, અને વળી દ્રવ્ય હશે તે જ સર્વ સભા તારી આજ્ઞામાં રહેશે.
એવું પિતાનું વચન સાંભળી કુમાર મનમાં વિચાર કરવા લાગે, કે જુએ હારા ઉપર કેટલું હેત છે | થતા |
आकारिंगतर्गत्या चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्रविकारैश्च ज्ञायतेऽतर्गतं मनः ।। મતલબ કે સામાના મનની પરીક્ષા ચહેરાથી, હદયના ઉમળકાથી, ચાલચલ ગતથી, ચેષ્ટાથી, ભાષણથી અને મેં તથા આંખના વિકારથી થાય છે.
આ પ્રમાણે કેઈક પુણ્યશાળી ઉપરજ માતા પિતાના સામ્ય દષ્ટિ પડે. માટે મારૂં અહેભાગ્ય છે.
હવે કુમાર પિતાની આજ્ઞા પામ્યા પછી સ્વલ્પ સ્વ૫ દાન ધર્મ કરવા લાગે, તે વારે યાચક જને કહેવા લાગ્યા કે હે લલિતાંગ કુમાર પ્રથમ તમે હાથી સરખા દાતાર થઈને હવે ગર્દભ જેવા કૃપણ કેમ થયા? અથવા પ્રથમ તમે ક૯પવૃક્ષ સમાન થઈને હવે ધતુરા પ્રાય: મ થયા! અથવા પહેલાં સિંહ સમાન થઈને હવે શીયાળી જેવા કેમ થયા? એમ સ્વાર્થ નષ્ટ યાચક લેકે કહેવા લાગ્યા ને થતા |
तावत प्रीतिभवेल्लोके यावद्दानं प्रदीयते ।
वत्सः क्षीरक्षयंदृष्ट्वा स्वयं त्यजति मातरं ॥ એટલે કે જ્યાં સુધી કઈ પણ દાન અપાય છે ત્યાં સુધી લેકમાં પ્રોતિ રહે છે, મતલબ કે ગાય દુધ આપતિ બંધ થાય છે એટલે તેને પુત્ર વાછરડો પણ તેના ઉપરનો પ્રેમ છેડી દે છે.
તેમજ–
चलेच मेरुः प्रचलेत्तु मन्दरः चलेत्तु ताराग्रहचन्द्रभानुः । कदाप काले पृथिवी चलेद्धि तथापि वाक्यं न चलेदि साधोः ।