________________
-
~
~
પરિચ્છેદ ધર્મવરૂપ-અધિકાર
૪ર૭ દિવસે દેખાતે ઝાંખો ચંદ્ર, વૈવનાવસ્થા ગયેલી રસી, કમળ વિનાનું સરોવર, નિરક્ષર વરૂપવાન, ધન સંગ્રહમાં મચેલ શ્રીમંત, સજજન પુરૂષ છતાં નિધન, અને રાજદરબારમાં રહેલો ખળ પુરૂષ એ સાત મારા મનમાં શલ્યરૂપે છે.
આ પ્રમાણે જેમ નાગરવેલીમાં નિષ્ફળતાનું કલંક ચંદનમાં કટુતાનું કલંક, લકમીમાં ચપલતાનું કલક, સુવર્ણને વિષે નિધતાનું કલંક છે. તેમ લલિતાંગ કુમારને નામધારી સજજનની મિત્રતા કલંકરૂપ છે.
એક વખત લલિતાંગકુમાર રાજાને નમસ્કાર કરવા માટે ગયે, વિનય તથા ગુણવાળા કુમારને જોઈ રાજા સંતુષ્ટ થયો અને અમૂલ્ય હાર રાજાએ દીધે. કુમાર રાજાને નમસ્કાર કરી પાછો વળતાં તે કુમારની માર્ગમાં યાચક જનેએ ય થાઓ જય થાઓ એમ પ્રાર્થના કરી, તેથી કુમારે તરતજ તે હાર વાચકોને આપી દીધે તે સર્વ વાત સજજને જાણી અને તેણે આવી રાજાની આગળ ચાડી ખાધી. કહ્યું છે કે
परविनेन सन्तोषं भजते दुर्जनो जनः ।
लभेदग्निः परां दीप्तिं परमंदिरदाहतः ॥ १॥ મતલબ કે જેમ અગ્નિ બીજાનું ઘર બાળીને વધારે દીપે છે તેમ દુર્જન માણસ બીજાને વન કરવાથી જ સંતેષ પામે છે.
રાજાએ તે વાત સાંભળી ક્રોધવંત થઈ કુમારને તેડાવી એકાંતે બેસાડો શીખામણ આપીને કહ્યું કે, હે પુત્ર! તું અત્યંત દાન દેવાના વ્યસનને ત્યાગ કર ! યતઃ |
अतिदानादलिबद्धो नष्टो मानात् सुयोधनः ।
विनष्टो रावणो लौल्यादति सर्वत्र वर्जयेत् ।।। એટલે કે અતિદાન કરવાથી બલીરાજા બંધાયે હતું, અતિમાનથી દુર્યોદ્ધન નાશ પામ્યું હતું, અતિ આસક્તિ રાવણ નાશ પામ્યો હતો માટે સર્વ બાબતમાં વધારે પડતું થાય તે ઠીક નહિ. ---- વળી કહ્યું છે કે
महादुःखाय सम्पद्येदतिमेघस्य वर्षणम् ।
प्राणघाताय जायेत प्राणिनामतिभोजनम् ॥ ३॥ એટલે વરસાદ બહુ વરસે તે તે દુઃખરૂપ થાય છે તેમ બહુ ભોજન કરવાથી પ્રાણુને નાશ થાય છે.. આ માટે હે પુત્ર! આવકથી અધિક વ્યય કરે તે સમુદ્ર પણ ખાલી થઈ જાય અને પછી નિર્ધન પુરૂષ કયાંય આદર પામતા નથી કહ્યું છે કે / થતો.